દેશની બેંકોએ માલેતુજારોની 12.3 લાખ કરોડની લોન માંડી વાળી

PC: economictimes.indiatimes.com/

એક સામાન્ય માણસ બેંકમા લોન લેવા જાય તો બેંકો લોન મંજૂર કરવામાં નવ નેજા પાણી લાવી દે, સિબીલ સ્કોર અને કેટલાંય પુરાવાઓ માંગે અને આખરે નાનો માણસ  કંટાળીને જ્યા સરળતાથી લોન મળે તેવા ખાનગી ફાયનાન્સરો પાસેથી લોન લઇને પછી એ જાળમાં ફસાઇ જાય.

રાજ્યસભામાં એક સવાલના જવાબમાં રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ માહિતી આપી હતી કે છેલ્લાં 10 વર્ષમાં દેશની બેંકોએ 12.3 લાખ કરોડની લોન માફ કરી દીધી છે. તેમાં પણ સરકારી બેંકોતો એમાં અગ્રેસર છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 1, 46. 652 કરોડ, પંજાબ નેશનલે 82449 કરોડ, યુનિયન બેંકે 82323 કરોડ, બેંક ઓફ બરોડાએ 77177 કરોડ, બેંક ઓફ ઇન્ડિયાએ 45467 કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp