RBIએ પર્સનલ લોનના નિયમમાં કર્યા બદલાવ જાણો હવે કેટલી લઇ શકાશે લોન

PC: moneycontrol.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોના લોન (ધિરાણ) નિયમોમાં ફેરફાર કર્યા છે.RBIએ ડિરેકટર માટેની પર્સનલ લોનની મર્યાદામાં સુધારો કર્યો છે. આ નવા નિયમો હેઠળ બેંકોના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને તેમના પરિવારો માટેની લોનના મર્યાદા હવે 5 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. આ પહેલાં બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને તેમના પરિવારો માટે પર્સનલ લોનની મર્યાદા માત્ર 25 લાખ રૂપિયા હતી.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા એક સરકયૂલરમાં જણાવ્યું છે કે બેંકોએ પોતાના અને અન્ય બેંકોના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર્સ અથવા અન્ય ડિરેકટર્સના પતિ અથવા પત્ની અને આશ્રિત બાળકો ઉપરાંત કોઇ પણ સગાવ્હાલાંને 5 કરોડ રૂપિયાથી વધારેનું ધિરાણ આપી શકશે નહીં. સાથે રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે કોઇ પણ પેઢી માટે પણ આ નિયમ લાગૂ પડશે, જેમાં પતિ અથવા પત્ની અને આશ્રિત બાળકો ઉપરાંત સગા સંબંધી પાર્ટનર અથવા પ્રમુખ શેરહોલ્ડર કે ડિરેકટર છે. રિઝર્વ બેકંના આ નવા નિયમો સ્થાનિક ગ્રામીણ બેંક,સ્મોલ ફાયનાન્સ બેંક, લોકલ એરિયા બેંક ઉપરાંત બધી શિડયૂલ્ડ કોર્મશિયલ બેંક માટે પણ અમલમાં રહેશે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યુ કે ધિરાણ લેનારને રૂપિયા 25 લાખ અથવા 5 કરોડથી ઓછા ધિરાણ સુવિધા માટેની દરખાસ્તોને ઓથોરિટી દ્રારા મંજૂરી મળી શકે છે. પરંતું બોર્ડને તમામ દસતાવેજો સાથે જાણ કરવી જોઇએ, તે પછી જ બોર્ડ તેના પર નિર્ણય લેશે

વાસ્તવમાં આ પહેલાં અનેક એવા કેસ સામે આવ્યા છે જેમાં વર્તમાન ડિરેટટર્સ પોતાના પરિવારના સભ્યોને લોન આપવા માટે પોતાના પદનો દુરપયોગ કરતા હોય છે. ICICI બેંકના  એમ.ડી. અને સીઇઓ ચંદા કોચર સહિત અનેક મોટી હસ્તિઓ પર આવા આરોપ લાગી ચૂકયા છે. ચંદા કોચરે વીડિયોકોનને રૂપિયા 3250 કરોડ રૂપિયાની લોન આપવા માટે પોતાના અધિકારીક પદનો દુરપયોગ કર્યો હતો. એટલે રિઝર્વ બેંક હવે કડક પગલાં લઇ રહ્યું છે.

 અગાઉ રૂપિયા 25 લાખની મર્યાદા 1996માં નકકી કરવામાં આવી હતી. રિઝર્વ બેંક જે નવો સુધારો ફકત અન્ય બેંકોના ડિરેકટર્સને આપવામાં આવેલી વ્યકિગત (પર્સનલ)લોન, બેંકના પોતાના  ડિરેકટરના સંબંધીઓ અને અન્ય બેંકોના ડિરેકટરના સંબંધીઓને બધી લોન માટે લાગુ કરવામાં આવશે.કંપનીઓ તથા વ્યવસાયિક લોન માટે રૂપિયા 25 લખની મર્યાદા અન્ય બેંકના ડિરેકટર માટે લાગુ કરવાનું ચાલું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp