ચૂંટણીમાં ટ્રમ્પને સપોર્ટ કરનાર એલન મસ્કની સંપત્તિ આટલા લાખ કરોડ વધી ગઇ

PC: x.com/elonmusk

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ભલે ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા, પરંતુ એવું કહેવાય છે કે અસલી જીતતો દુનિયાના સૌથી ધનિક એલન મસ્કની થઇ છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એલન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના મોટા સમર્થક રહ્યા હતા અને તેમણે પોતાના X પ્લેટફોર્મ પરથી ટ્રમ્પનો ભરપૂર પ્રચાર કર્યો હતો. એવું કહેવાય છે કે મસ્કે ટ્રમ્પના પ્રચાર માટે 10 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

અમેરિકામાં ચૂંટણીના 4 દિવસમાં જ એલન મસ્કની સંપત્તિમાં 2.50 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવી ગયો છે. આ ઉછાળો આવવાનું કારણ એ છે કે મસ્કની કંપની ટેસ્લાનો શેર આ 4 દિવસમાં 22 ટકા જેટલો વધી ગયો છે. એલન મસ્કની સંપત્તિ અત્યારે 24.58 કરોડ રૂપિયા થઇ ગઇ છે અને તેઓ દુનિયાના પહેલા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp