દુનિયાના સૌથી ધનિક 25 પરિવારોમાં અંબાણી પરિવાર કેટલા નંબરે?
બ્લુમબર્ગે દુનિયાના સૌથી અમીર 25 પરિવારોની યાદી જાહેર કરી છે. આ 25 પરિવારોની આ વર્ષમાં જ સંપત્તિ 34.5 લાખ કરોડ રૂપિયા વધી ગઇ છે.
યાદીમાં પહેલા નંબર પર કન્ઝયુમર રિટેલ સ્ટોર્સ માટે જાણીતા વોલમાર્ટના માલિક વોલટન પરિવારની સંપત્તિ 36.7 લાખ કરોડ છે. વોલમાર્ટના દુનિયભારમાં 10,600 સ્ટોર્સ છે. બીજા નંબર પર અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમંદ અલ નાહયાનનો નંબર છે. તેમના પરિવારની કુંલ સંપત્તિ 27.50 લાખ કરોડ છે. તેઓ ઓઇલ કિંગ તરીકે જાણીતા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીનો પરિવાર 8માં નંબર પર છે. તેમના પરિવારની કુલ સંપત્તિ 8.45 લાખ કરોડ રૂપિયા છે.રિલાયન્સ ટેલીકોમ, પેટ્રોલિયમ, રીટેલ સહિત અનેક બિઝનેસમાં છે. ભારતમાંથી એક માત્ર અંબાણી પરિવાર ટોપ-10માં સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp