અદાણી-અંબાણી નહીં આ વ્યક્તિ છે ભારતના સૌથી મોટા દાનવીર

PC: instagram.com/shivnadarfdn/

એડલગીવ હુરુન ઇન્ડિયા ફિલોન્થેરાપી લિસ્ટ 2024 7 નવેમ્બરને ગુરુવારે બહાર આવ્યું હતું તેમાં દેશના સૌથી મોટા દાનવીર ટાટા, અંબાણી કે અદાણી નથી, પરંતુ ટેક્નોલોજી કંપનીના માલિક છે.

યાદી મુજબ સૌથી મોટા દાનવીર તરીકે HCL ટેકનોલોજીના શિવ નાદરનું નામ છે. તેમણે અને તેમના પરિવારે વર્ષ 2023-24માં 2153 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. મતલબ કે રોજના 5.90 કરોડ રૂપિયા દાન કર્યા છે.

બીજા નંબરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું છે તેમણે અને તેમના પરિવારે 407 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.ત્રીજા નંબરે બજાજ ફેમિલી 352 કરોડ, ચોથા નંબરે કુમાર મંગલમ બિરલા 334 કરોડ,પાંચમા નંબરે ગૌતમ અદાણી 330 કરોડ, 6ઠ્ઠા નંબરે નંદન નિલેકણી 307 કરોડ, 7મા નંબરે ક્રિષ્ણા ચિવુકુલા 228 કરોડ, 8મા નંબરે અનિલ અગ્રવાલ 181 કરોડ,9મા નંબરે માઇન્ડ ટ્રીના સુસ્મિતા અને સુબ્રોતો બાગચી 179 કરોડ અને 10મા નંબરે રોહિણી નિલેકણી 159 કરોડ રૂપિયાના દાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp