ભારતમાંથી કરોડપતિઓ દેશ છોડીને વિદેશમાં કેમ વસી રહ્યા છે? આ વખતે 4300 જશે

PC: ajmeralaw.com

હેનલી પાર્ટનર્સે 10 એવા દેશોની યાદી જાહેર કરી છે જે દેશના કરોડપતિઓ આ વર્ષે દેશ છોડીને જઇ શકે છે. પહેલાં નંબરે ચીન છે જેના દેશના 15200 અમીરો વિદેશમાં વસી જશે, બીજા નંબરે બ્રિટન અને ત્રીજા નંબર પર ભારત છે.

મોટાભાગે કરોડપતિઓ યુએઇ, અમેરિકા, સિંગાપોર, કેનેડા,ઓસ્ટ્રેલિયા જઇને વસવાનું વધારે પસંદ કરે છે.

ભારતના કરોડપતિઓ દેશ એટલા માટે છોડી રહ્યા છે કે, દેશમાં ટેક્સના જે નિયમો જે તેમાં ઘણી વિસંગતતા છે, બીજા દેશોમાં ટેક્સની આટલી ઝંઝટ હોતી નથી. બીજું કે ઓસ્ટ્રેલિયા, સિંગાપોર કે UAE જેવા દેશોમાં શિક્ષણ અને આરોગ્ય પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

જો કે વર્ષ 2022માં 7000 અમીરોએ દેશ છોડ્યો હતો, 2023માં 5100એ દેશ છોડી દીધો હતો. એ સરખામણીએ આ વખતે આંકડામાં ઘટાડો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp