ભારતના લોકો કેમ ઓછું કમાય છે?

PC: washingtonpost.com

ભારતીય લોકોનો વિશ્વમાં ડંકો વાગે છે પંરતુ વિશ્વ બેંકે ભારતીયોને લઈને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતીય લોકો પોતાનો અભ્યાસ પૂર્ણ ન કરતા હોવાના કારણે ઓછું કમાય છે. ભારતના બાળકો 4 વર્ષે શાળાએ જવાનું શરૂ કરે છે અને સરેરાશ 10 વર્ષ અને 2 મહિના જ અભ્યાસ કરતા હોય છે. ભારતમાં નોકરી કરતા કેટલાક લોકો એવું માને છે કે, તેને પોતાની મહેનતનું યોગ્ય ફળ મળે છે અને કેટલાક લોકો એવું માને છે કે તે જે પ્રમાણે મહેનત કરે છે એ પ્રમાણે તેમને ફળ મળતું નથી. આ મામલે વિશ્વ બેંકના માનવ કેપિટલ ઇન્ડેક્ષે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. રિપોર્ટમાં ભારતમાં 4 વર્ષની ઉંમરે શાળાએ જવાનું શરૂ કરનાર બાળક 18 વર્ષની ઉમરે ફક્ત 10.2 વર્ષ જ શાળામાં શિક્ષણ મેળવે છે. દરેક વર્ષે શિક્ષણ આપવા પર ભારતની શાળાઓ 8 ટકાથી પણ વધારે કમાણી કરે છે. ભારતના લોકો અન્ય દેશની ટકાવારી મુજબ 14 વર્ષની જગ્યા પર 10.02 વર્ષ જ શિક્ષા મેળવે છે.

ઓછા અભ્યાસના કારણે ભારતના લોકો જેટલું કમાવા માટે ઇચ્છે છે તેટલું કમાઈ શકતા નથી અને જેના કારણે અન્ય દેશના લોકોની તુલનામાં 30.4 ટકા જ કમાઈ શકે છે. આ વિશ્વ બેંકનો માનવ મૂડી સૂચકાંકનો પ્રથમ અહેવાલ છે. વિશ્વ બેંકના રિપોર્ટમાં બાળકોના જીવન, શિક્ષણ, આરોગ્ય અને અભ્યાસ જેવા ધોરણો પર 157 જેટલા દેશોનું મુલ્ક્યાંકન કરવામાં આવ્યું છે. નાણા મંત્રાલય દ્વારા આ બાબતે નિવેદન આપતા જણાવ્યું કે, આ યાદીમાં ભારતને સ્થાન એટલા માટે આપવામાં છે કે, દેશમાં માનવ મૂડીના વિકાસ માટે પગલા લેવામાં આવ્યા હતા. 0થી 1ની સ્કેલ પર ભારતનો સ્કોર 0.44 છે. આ દક્ષિણ એશિયાનો સરેરાશ સ્કોર છે. સ્કૂલ શિક્ષણ પ્રાપ્ત કરવાના મામલે ભારત 107મા નંબરે છે. જ્યારે બંગ્લાદેશ 106, નેપાળ 102 અને શ્રીલંકા 74મા સ્થાને છે. નેપાળના બાળકો 11.7 વર્ષ, શ્રીલંકાના બાળકો 13 વર્ષ સુધી સ્કૂલ શિક્ષણ મેળવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp