5 રૂપિયાનો સિક્કો બંધ થઈ ગયો છે? જાણો સત્ય છે કે અફવા

PC: wikimedia.org

છેલ્લા ઘણાં સમયથી દુકાનદારો 5 રૂપિયાનો નવો સિક્કો લેવાનો ઇનકાર કરી રહ્યા છે. ફક્ત 5 રૂપિયાનો નવો સિક્કો નહીં, પરંતુ 1 રૂપિયાનો પણ નવો સિક્કો લેવાનું દુકાનદારો ના પાડી રહ્યા છે. દુકાનદારો 5 રૂપિયાના નવા સિક્સાને નકલી જાહેર કરીને લેવાથી ઇનકાર કરી રહ્યા છે. અમુક લોકો તર્ક આપે છે કે, અમે તો લઇએ પણ અમારી પાસેથી બીજા નથી લેતા, એટલે અમે પણ આ સિક્કા લેવાનું ટાળીએ છીએ.

શું બંધ થઈ ગયો છે 5 રૂપિયાનો સિક્કો?

5 રૂપિયાનો નવો સિક્કો ચાલુ છે કે પછી બંધ થઈ ગયો છે, તે અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફેબ્રુઆરી 2018મા જ જવાબ આપી ચૂક્યું છે. RBI તરફથી  15 ફેબ્રુઆરીના રોજ બેંકો માટે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, 1,2,5 અને 10 રૂપિયાના સિક્કા સંપૂર્ણ રીતે માન્ય છે, કોઈપણ વ્યક્તિ અથવા બેંક તેને સ્વીકારવાનો ઇનકાર ન કરી શકે. જો કોઈ આ સિક્કા લેવાનો ઇનકાર કરે તો તમે આ અંગે RBIને ફરિયાદ પણ કરી શકો છો.

આ સાથે જ RBIએ એમ પણ કહ્યું હતું કે, માર્ચ, 2009 પછી જાહેર કરવામાં આવેલા જેટલા પણ સિક્કા છે, તે તમામ લીગલ ટેન્ડર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp