2024ની ચૂંટણી, વિશ્વની અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી,2019ની સરખામણીએ ખર્ચ બમણો

PC: tv9hindi.com

લોકસભા ચૂંટણી (લોકસભા ચુનાવ 2024) અગાઉના રેકોર્ડ તોડવા અને વિશ્વનું સૌથી મોંઘુ ચૂંટણી આયોજન બનવાના માર્ગે છે. NGO સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (CMS)એ દાવો કર્યો છે કે, આ લોકસભા ચૂંટણીમાં અંદાજિત ખર્ચ 1.35 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે. આ રકમ 2019ની ચૂંટણીમાં થયેલા ખર્ચ કરતાં બમણાથી પણ વધુ છે. ત્યારે સામાન્ય ચૂંટણીમાં લગભગ રૂ. 60,000 કરોડનો ખર્ચ થયો હતો. CMS 35 વર્ષથી ચૂંટણી ખર્ચ પર નજર રાખે છે. સંસ્થાના પ્રમુખ N. ભાસ્કર રાવે જણાવ્યું હતું કે, આ વ્યાપક ખર્ચમાં રાજકીય પક્ષો અને સંગઠનો, ઉમેદવારો, સરકાર અને ચૂંટણી પંચ સહિત ચૂંટણી સંબંધિત તમામ પ્રત્યક્ષ કે પરોક્ષ ખર્ચનો સમાવેશ થાય છે.

PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJP સતત ત્રીજી વખત સત્તા મેળવવાની રેસમાં છે. એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં, રાવે જણાવ્યું હતું કે, તેમણે પ્રારંભિક ખર્ચ અંદાજને રૂ. 1.2 લાખ કરોડથી વધારીને રૂ. 1.35 લાખ કરોડ કર્યો છે, જેમાં ચૂંટણી સંબંધિત બોન્ડની જાહેરાત અને તમામ ચૂંટણી સંબંધિત ખર્ચાઓનો હિસાબ સામેલ છે. શરૂઆતમાં અમે 1.2 લાખ કરોડ રૂપિયા ખર્ચનો અંદાજ લગાવ્યો હતો. જો કે, ઈલેક્ટોરલ બોન્ડના હિસ્સાના ખુલાસા પછી, અમે આ આંકડો સુધારીને રૂ. 1.35 લાખ કરોડ કર્યો છે.

એવું કહેવામાં આવ્યું હતું કે, આ અંદાજ મતદાનની તારીખોની જાહેરાતના 3-4 મહિના પહેલા થયેલા ખર્ચને આવરી લે છે. રાવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચૂંટણી બોન્ડ ઉપરાંત વિવિધ માધ્યમો દ્વારા આ પ્રક્રિયામાં નાણાં આવ્યા હતા. સોસાયટી ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા તાજેતરના અવલોકનોએ ભારતમાં રાજકીય ભંડોળમાં 'પારદર્શિતાનો નોંધપાત્ર અભાવ' જાહેર કર્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 2004-05 થી 2022-23 સુધીમાં, દેશના છ મુખ્ય રાજકીય પક્ષોને લગભગ 60 ટકા યોગદાન, કુલ રૂ. 19,083 કરોડ, ચૂંટણી બોન્ડમાંથી મળેલા નાણાં સહિત અજ્ઞાત સ્ત્રોતોમાંથી મળેલી આવક સામેલ હતી.

જો કે, ADRએ આગામી લોકસભા ચૂંટણી માટે કોઈપણ સંચિત ખર્ચ અંદાજ આપવાનું ટાળ્યું છે. રાવે જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલાંની પ્રવૃત્તિઓ પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર ખર્ચનો એક અભિન્ન ભાગ છે, જેમાં રાજકીય રેલીઓ, પરિવહન, ક્ષેત્ર અને પ્રભાવશાળી લોકો સહિત કાર્યકરોની નિમણૂક અને ત્યાં સુધી કે, રાજકીય નેતાઓના વિવાદાસ્પદ હોર્સ ટ્રેડિંગનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp