મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર કોંગ્રેસે જુઓ શું કહ્યું

PC: aninews.in

મોદી સરકારે કેન્દ્રની સત્તામાં આજે પોતાના 9 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ અવસર પર સરકાર પોતાની ઉપલબ્ધિઓ ગણાવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લાં 9 વર્ષોમાં કઇ રીતે સરકારે મોટા નિર્ણયો લીધા અને લોકો માટે શું-શું કર્યું. તો બીજી તરફ, વિપક્ષી દળ કોંગ્રેસ તરફથી તેને નિષ્ફળતાના 9 વર્ષ જણાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના આધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમા મોદી સરકારના 9 વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે બેરોજગારીથી લઇને મોંઘવારી અને બાકી તમામ મુદ્દાઓને લઇને સરકારને ઘેરી છે અને કહ્યું છે કે, બદહાલીના 9 વર્ષ પૂરા થઈ ગયા છે.

આજે મોદી સરકારને 9 વર્ષ થઈ ગયા. આ નિષ્ફળતાના 9 વર્ષ છે. દેશની ખરાબ હાલતના 9 વર્ષ છે.

આ 9 વર્ષોમાં લોકોએ મોંઘવારી, બેરોજગારી અને તાનાશાહી નિર્ણયોનો માર ઝેલવો પડ્યો.

જુલ્મોના દમ પર સત્તમાં આવેલી મોદી સરકારે પોતાનો એક પણ વાયદો પૂરો નથી કર્યો. બસ તારીખ પર તારીખ આપતા રહ્યા.

જેમકે-

2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનો વાયદો.

2022 સુધી બધાને ઘર આપવાનો વાયદો.

કાળુ ધન લાવીને 15 લાખ આપવાનો વાયદો.

દર વર્ષે 2 કરોડ નોકરીનો વાયદો.

આ તો ખાલી શરૂઆત છે. તેમના જુલ્મો ગણવા બેસો તો ગણતા-ગણતા કેટલા દિવસો નીકળી જાય.

PM મોદીએ પોતાના વાયદા તો પૂરા નથી કર્યા, તેનાથી ઉલટ પોતાની નાસમજીથી દેશને મુસીબતમાં મુકી દીધો.

નોટબંધીએ અર્થવ્યવસ્થા ચોપટ કરી દીધી, બેંકની લાઇનોમાં લોકોના મોત થયા. કોણ ભૂલી શકે છે તે ભયાનક સમયને.

ગબ્બર સિંહ ટેક્સ (GST) Lથી વેપારી બરબાદ થઈ ગયા છે. અવારનવાર તેનો વિરોધ થાય છે પરંતુ, સાંભળનાર મોરને દાણા આપવામાં વ્યસ્ત છે તો લોકો શું કરે.

અગ્નિવીરના નિર્ણયે યુવાઓના સપનાને કચડી નાંખ્યા. જ્યારે તેઓ વિરોધમાં ઉતર્યા તો તેમને ધમકાવવામાં આવ્યા કે, તેમનું ભવિષ્ય બદબાદ કરી નાંખવામાં આવશે.

હાં... ધમકાવવામાં આવ્યા. મોદી સરકાર જનતાને ડરાવીને-ધમકાવીને, સત્તાને ખરીદીને, મિત્રને બધુ વેચીને... મોજ કરવાના ફોર્મ્યૂલા પર ચાલી રહી છે.

કોઈ અવાજ ઉઠાવે તેને દબાવી દો, કચડી નાંખો, જેલમાં મોકલી આપો, બુલડોઝર ચલવી દો.

ED, CBIનો ડર બતાવો. ક્યાંક સરકાર ના બને તો પૈસાના દમ પર સત્તા ખરીદી લો અને લોકતંત્રની હત્યા કરી દો.

દેશના પોર્ટ, એરપોર્ટ, મોટા પ્રોજેક્ટ મિત્રને વેચી દો... અને આરામથી મિત્ર કાલમાં મોંઘા મશરૂમ ખાતા રહો, ફોટા પડાવતા રહો.

આ સરકારમાં મીડિયાનો રોલ પણ મહત્ત્વનો છે. સવારથી સાંજ સુધી પ્રોપેગેંડા ચાલે છે. મહામાનવની નકલી છબિ ઘડવામાં આવે છે અને છેલ્લે મહામાનવ લાલ શર્ટ પહેરીને ચીનને રિઝવતા જોવા મળે છે.

યાદ જ હશે... ચીનને લાલ આંખ બતાવવાની વાત થઈ હતી. આખરે મામલો લાલ શર્ટ સુધી પહોંચી ગયો. આજે ચીન આપણી જમીન પર આપણને જ પેટ્રોલિંગ કરતા રોકી રહ્યું છે. આપણા જાંબાજ જવાનોએ તેના માટે શહાદત પણ આપી અને અંતમાં મહામાનવ લાલ શર્ટ પહેરીને ચીનને રિઝવવામાં લાગી ગયા. આ છે તેમની કાયરતા.

તેમની નિષ્ફળતાની વાતો ઘણી છે, એટલી કે ઘણી બુક્સ લખી શકાય છતા ઘણી બધી વાતો છૂટી જશે.

આ નિષ્ફળતાના 9 વર્ષ છે. હે જનતા તેમનાથી કંટાળી ગઈ છે. કર્ણાટકની ચૂંટણી તેનો પુરાવો છે, જ્યાં જનતાએ PM મોદી અને તેમની ભ્રષ્ટ સરકારને નકારી દીધી.

આ અસંતોષની લહેર દક્ષિણથી ચાલી છે જે સમગ્ર દેશને પોતાનામાં સમેટી લેશે. જનતા રાહ જોઈ રહી છે અને જડબાતોડ જવાબ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp