એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે સંભાળી વાયુસેનાની કમાન, ઉપલબ્ધિઓથી ભરેલું છે કરિયર

PC: https://x.com/PRODefNgp

એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે સોમવારે નવા વાયુસેના પ્રમુખના રૂપમાં કમાન સંભાળી લીધી છે. તેમને 5000 કલાકથી વધુ ઉડાણનો અનુભવ છે. તેમણે એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીની જગ્યા લીધી, જેઓ પ્રમુખના રૂપમાં 3 વર્ષના કાર્યકાળ બાદ સેવાનિવૃત થઇ ગયા. 27 ઓક્ટોબર 1964ના રોજ જન્મેલા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહને ડિસેમ્બર 1984માં ભારતીય વાયુસેનાના ફાઇટર પાયલટ સ્ટ્રીમમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. લગભગ 40 વર્ષોની પોતાની લાંબી કારકિર્દીમાં તેમણે ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે.

એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ઓપરેશનલ ફાઇટર સ્ક્વાડ્રન અને ફ્રન્ટલાઇન એર બેઝની કમાન સંભાળી છે. એક પરીક્ષણ પાયલટના રૂપમાં તેમણે મોસ્કોમાં MIG-29 અપગ્રેડ પરિયોજના મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તો રાષ્ટ્રીય ઉડાણ પરીક્ષણ કેન્દ્રમાં પરિયોજનના ડિરેક્ટર પણ રહ્યા. તેમને તેજસના ઉડાન પરીક્ષણનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમણે દક્ષિણ પશ્ચિમ વાયુસેના કમાનમાં વાયુ રક્ષા કમાન્ડર અને પૂર્વી કમાનમાં વરિષ્ઠ વાયુ કર્મચારી અધિકારી તરીકેની મહત્ત્વપૂર્ણ સ્ટાફ નિમણૂકો પર કાર્ય કર્યું.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સેનાના ઉપપ્રમુ નો પદભાર સંભળવા અગાઉ તેઓ મધ્ય વાયુ કમાનના એર ચીફ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ હતા. સિંહ પરમ વિશિષ્ઠ સેવા મેડલ અને અતિ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત થઇ ચૂક્યા છે. તેમને એક ફિટનેસ ઉત્સાહિના રૂપમાં ઓળખવામાં આવે છે, જે સ્ક્વેશમાં પણ રમે છે.

ભારતીય વાયુસેનાને સંબોધિત કરતા એર ચીફ માર્શલ એ.પી. સિંહે કહ્યું કે, તેમને ભારતીય વાયુસેનાનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવા પર સન્માનિત અને ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું. તેમણે હાલના અનિશ્ચિત ભૂ-રાજનીતિક સ્થિતિ પર ધ્યાન આપવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે, મહત્ત્વપૂર્ણ છે કે ભારતીય વાયુસેના પરિચાલનમાં સક્ષમ, હંમેશાં સતર્ક અને એક વિશ્વસનીય નિવારક બન્યા રહે. એર ચીફ માર્શલ સિંહે ‘સશક્ત, સક્ષમ અને આત્મનિર્ભર વાયુસેનાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પ્રકાશ પાડ્યો. તેમણે કમાન્ડરને એક પોષણકારી નેતૃત્વ અપનાવવા અને સામંજસ્ય અને સંયુક્તતા વધારવાનો આગ્રહ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp