બાંસુરી સ્વરાજનું નામ EDના વકીલોમાં આવવા પર SCમાં આપી સ્પષ્ટતા
એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDના વકીલોની લિસ્ટમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા બાંસુરી સ્વરાજનું નામ આવવાથી નવો વિવાદ ઊભો થતો નજરે પડી રહ્યો છે. જો કે, કેન્દ્રીય તપાસ એજન્સીના વકીલોએ કોર્ટમાં સ્પષ્ટ આપી દીધી છે કે બાંસુરી સ્વરાજનું નામ ભૂલથી લિસ્ટમાં સામેલ થઈ ગયું હતું. ખાસ વાત છે કે બાંસુરી સ્વરાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે. આમ આદમી પાર્ટી (AAP) નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજ તરફથી એક ડોક્યૂમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
એ ડોક્યુમેન્ટ મુજબ, બાંસુરી સ્વરાજનું નામ વકીલોની લિસ્ટમાં નજરે પડી રહ્યું છે. તેની સાથે જ ASG સૂર્યપ્રકાશ વી. રાજૂ, AOR મુકેશ કુમાર મરોરિયા, એડવોકેટ જોહેબ હુસેન, અન્નમ વેંકટેશ, કનુ અગ્રવાલ અને અરકજ કુમારનું નામ સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ, EDના વકીલ હુસેને સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, અજાણતામાં ભૂલ થઈ હતી અને તેમનું નામ સામેલ થઈ ગયું હતું. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 'સંજય સિંહજીના કેસમાં ED તરફથી વકીલોમાં ભાજપના ઉમેદવાર અને તેમના પ્રવક્તા બાંસુરી સ્વરાજનું નામ છે. મેં કાલે જ કહ્યું હતું કે ભાજપ અને ED એક જ વાત છે.
ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટ મુજબ, દિલ્હી આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહને રાહત આપતા મંગળવારે જામીન આપી દીધા. આ અગાઉ કહ્યું હતું કે, જો સિંહને કેસમાં જામીન આપી દેવામાં આવે છે તો તેને કોઈ આપત્તિ નથી. રાજ્યસભાના સભ્યને જામીન મળવાથી આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન થોડી રાહત મળી છે, જેના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ઉચ્ચ નેતા કેસના સિલસિલામાં જેલમાં છે.
જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ પી.બી. વરાલેની પીઠે 6 મહિનાથી જેલમાં બંધ સંજય સિંહને મુક્ત કરવાનો આદેશ આપ્યો. પીઠે કહ્યું કે, તેમની પાસેથી કોઇ પૈસા મળ્યા નથી. આમ આદમી પાર્ટીના નેતા પોતાની રાજનીતિ ગતિવિધિઓ ચાલુ રાખી શકે છે, પરંતુ આ કેસના સંબંધમાં કોઈ નિવેદન નહીં આપી શકે. સંજય સિંહ આખા કેસ દરમિયાન જામીન પર બહાર રહેશે અને તેમની જામીની શરતો સ્પેશિયલ કોર્ટ નક્કી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp