રાહુલની ઝપ્પીનો BJPએ કવિતાથી આપ્યો જવાબ

PC: LStv

2019 લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે રાજકીય ગરમાગરમી તેમ તેમ વધી રહી છે. હાલમાં તો ચારેય બાજુ રાહુલ ગાંધીની ઝપ્પીની ચર્ચા ચાલી રહી છે, જેમાં અવિશ્વાસ પ્રસ્તાવ સમયે રાહુલ પોતાની સ્પીચ પૂરી કરીને PM નરેન્દ્ર મોદીને ગળે મળ્યા હતા. તેમની આ તસવીરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. આ ફોટોને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. BJPના અનેક નેતાઓએ આ અંગે રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી.

રાહુલ ગાંધીની આ હરકત પર ટીકા કરતા BJPએ સોમવારે એક કવિતાથી પણ જવાબ આપવાની કોશિશ કરી હતી, જેમાં BJPએ રાહુલને ઘેરવાની કોશિશ કરી હતી.

७० साल प्यार का नाटक
बन्द करो ये झूठ का फाटक

गले लगाना आँख मारना
कैसे ये सब कर पाते हो
जब जब देश बदलना चाहे
तब तुम उसको भटकाते हो

ये देश है मेरा फ़िल्म नहीं है
तुमको इसका इल्म नहीं है

७० साल प्यार का नाटक
बन्द करो ये झूठ का फाटक।

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp