દિલ્હી પોલીસ પહોંચી રાહુલ ગાંધીના ઘરે, કોંગ્રેસના નેતાઓને અંદર જતા પોલીસ રોકે છે

PC: abcnews.media

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શ્રીનગરમાં આપેલા વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં દિલ્હી પોલીસ રવિવારે તેમના નિવાસસ્થાને પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ CP અને DCP હાલમાં રાહુલ ગાંધીના ઘરની અંદર હાજર છે. જોકે રાહુલ એક કલાક પછી પણ પોલીસને મળ્યો નથી.

પવન ખેડા રાહુલ ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે. પરંતુ પોલીસે પહેલા તેમને અંદર જતા અટકાવ્યા હતા. જોકે બાદમાં પરવાનગી આપવામાં આવી હતી. પોલીસે રાહુલ ગાંધીના આવાસની બહાર બેરિકેડ લગાવી દીધા છે. પવન ખેડાએ કહ્યું કે, રાહુલ ગાંધીને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારને શું લાગે છે કે તેઓ ડરી જશે? પવન ખેડા સાથે શક્તિસિંહ ગોહિલ અને અશોક ગેહલોત રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા છે. કોંગ્રેસના ત્રણેય નેતાઓ રાહુલના ઘરની અંદર છે. વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુસિંઘવી અને જયરામ રમેશ પણ રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચી ગયા છે.

હકીકતમાં, શ્રીનગરમાં તેમની ભારત જોડો યાત્રાના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, આજે પણ મહિલાઓનું યૌન શોષણ થઈ રહ્યું છે. આને લઈને દિલ્હી પોલીસે 16 માર્ચે રાહુલ ગાંધીને નોટિસ મોકલીને પૂછ્યું હતું કે, તે કઈ મહિલાઓ છે. જેણે આવું કહ્યું છે. રાહુલ ગાંધીએ તેની વિગતો દિલ્હી પોલીસને આપવી જોઈએ. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નેતાએ હજુ સુધી દિલ્હી પોલીસને જવાબ આપ્યો નથી.

સ્પેશિયલ CP (કાયદો અને વ્યવસ્થા) સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે, અમે તેમની સાથે વાત કરવા આવ્યા છીએ. રાહુલ ગાંધીએ 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું કે, મુલાકાત દરમિયાન તેઓ ઘણી મહિલાઓને મળ્યા હતા અને તેઓએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, તેમની સાથે યૌન શોષણ થયું છે. એટલા માટે અમે તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી પીડિતોને ન્યાય મળી શકે.

જ્યારે, કોંગ્રેસે દિલ્હી પોલીસ દ્વારા રાહુલ ગાંધીને નોટિસ આપવા પર કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર રાહુલ ગાંધીના સવાલોથી પરેશાન સરકાર તેની પોલીસની પાછળ છુપાઈ જાય છે. કોંગ્રેસે કહ્યું હતું કે, અમે કાયદા મુજબ યોગ્ય સમયે નોટિસનો જવાબ આપીશું. આ નોટિસ તેનો વધુ એક પુરાવો છે કે, સરકાર ડરી ગઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના છેલ્લા દિવસે નિવેદન આપ્યું હતું કે, અત્યારે પણ મહિલાઓનું યૌન શોષણ થઈ રહ્યું છે. આ બાબતની નોંધ લેતા પોલીસે રાહુલ ગાંધીને કેટલાક પ્રશ્નોની યાદી મોકલી હતી. સાથે જ આ મહિલાઓ વિશે માહિતી આપવાનું પણ કહ્યું, જેથી તેમને સુરક્ષા પૂરી પાડી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp