DSP દેવિંદરે પહેલા પણ આતંકવાદી નવીદની મદદ કરી છે, પૈસાની લેવડ-દેવડ બાબતે ખુલાસો

PC: assettype.com

જમ્મુ કાશ્મીરના DSP દેવિંદર સિંહની ધરપકડની સાથે હિઝબુલ આતંકવાદી નવીદ બાબૂની સાથે પૂછપરછ કરવામાં આવી, જેમાં ઘણાં અગત્યના ખુલાસાઓ થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવીદનો ભાઈ ચંડીગઢ઼માં ભણી રહ્યો છે. તેના માતા-પિતા દિલ્હીમાં રહે છે. પૂછપરછમાં જાણ થઈ કે, નવીદ તેના માતા-પિતાને મળવા માગતો હતો. ગયા વર્ષે જમ્મુ કાશ્મીરમાં તેણે પોતાના માતા-પિતા સાથે સમય પસાર કર્યો હતો. તે દરમિયાન DSP દેવિંદર સિંહે તેની મદદ કરી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવીદે કાશ્મીરી આતંકવાદીઓના ફન્ડિંગ બાબતે ઘણાં ખુલાસા કર્યા છે. આ પૈસા સ્થાનિક સ્તરે ભેગા કરવામાં આવે છે. તપાસ એજન્સીએ શસ્ત્રોના સપ્લાયર અને કોરિયરના વિશે પણ જાણકારી આપી છે. તપાસ એજન્સીઓને ખબર પડી છે કે, દેવિંદર સિંહ આતંકવાદીઓ સાથે મળીને માત્ર દિલ્હીને તબાહ કરવાનું ષડયંત્ર નહોતો કરી રહ્યો પણ તેના નિશાના પર જમ્મુ, પંજાબ એને ચંડીગઢ઼ પણ હતા.

ઘણાં રાજ્યોમાં ધમાકાનું ષડયંત્રઃ

સૂત્રો દ્વારા તપાસ એજન્સીઓને જાણકારી મળી છે કે, આતંકવાદીઓને દિલ્હી સિવાય અન્ય ઘણાં રાજ્યોમાં પણ બ્લાસ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પણ તે પહેલા જ તેઓ પકડાઈ ગયા. તપાસ એજન્સી DSPની ધરપકડને મોટી સફળતા માનીને ચાલી રહી છે.

નથી આપ્યું કોઈ સન્માનઃ

તો બીજી બાજુ જમ્મુ કાશ્મીર પોલીસે મીડિયા જોડે વાત કરતા અમુક ખોટી ખબરોનું ખંડન કરતા જણાવ્યું કે, દેવિંદર સિંહેને ગૃહમંત્રાલયે ક્યારેય કોઈ પણ મેડલથી સન્માનિત કર્યા નથી. હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી નવીદ સાથેના સંબંધોને લઈને દેવિંદર સિંહની શનિવારનો રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ સન્માન મળ્યું તે ખબર ખોટીઃ

પોલીસ અનુસાર, પુલવામામાં જ્યારે દેવિંદર DSP તરીકે તૈનાત હતો, ત્યારે 25-26 ઓગસ્ટ 2017માં ત્યાં આતંકવાદી તરફથી એક ફિદાયીન હુમલાનો સામનો કરવામાં તેની ભાગીદારી માટે તેને મેડલ આપવામાં આવ્યું હતું. પણ મીડિયાના એક વર્ગે એવી ખબર ચલાવી કે, ગયા વર્ષે દેવિંદર સિંહને વીરતા માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા. જે ખબર ખોટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp