દિલ્હી- NCR સહિત ઉત્તર ભારતમાં ભૂંકપના ઝટકા, 4-4 વખત આંચકા અનુભવાયા
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા ભયાનક હતા કે લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી શેરીઓ અને ખુલ્લા મેદાનોમાં આવી ગયા હતા. મંગળવારે એક-બે વાર નહીં પરંતુ ચાર વખત ભૂકંપ આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.
જે ભૂકંપના આંચકા સૌથી વધુ અનુભવાયા હતા તે અડધા કલાકમાં બીજી વખત આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે દિલ્હી, ઉત્તરાખંડ ઉપરાંત નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપ એટલો જોરદાર હતો કે મકાનોની દિવાલો ધરાશાયી થવાની તસવીરો પણ સામે આવી છે.
ભૂકંપ વિશે માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપનો પહેલો આંચકો મંગળવારે સવારે 11:06 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં સોનીપત હતું.
આ પછી, બીજો ભૂકંપ બપોરે 1:18 વાગ્યે આવ્યો, જેની તીવ્રતા 3.0 માપવામાં આવી. આ ભૂકંપનું કેન્દ્ર ઉત્તર-પૂર્વ ભારતમાં આસામમાં કાર્બી એંગ્લોન હતું. ત્રીજો ભૂકંપ બપોરે 2:25 વાગ્યે આવ્યો હતો અને પછી ચોથો ભૂકંપ બપોરે 2:51 વાગ્યે આવ્યો હતો. ત્રીજા ભૂકંપની તીવ્રતા 4.6 હતી. જ્યારે ચોથો ફટકો ખૂબ જોરદાર હતો, જેની તીવ્રતા 6.2 રહી હતી. ત્રીજા અને ચોથો જે આંચકો આવ્યો તેનું કેન્દ્ર નેપાળ હતું.
નેપાળના બઝાંગ જિલ્લામાં બે ભૂકંપનું કેન્દ્ર હોવાનું કહેવાય છે. અહીં ભૂકંપનો પહેલો આંચકો બપોરે 2:45 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા 5.3 નોંધવામાં આવી હતી, જ્યારે બીજા આંચકાનું કેન્દ્ર બઝાંગ જિલ્લાના ચૈનપુરમાં હતું, જે બપોરે 3:06 કલાકે અનુભવાયું હતું, જેની તીવ્રતા 6.2 હતી.
તિબેટને અડીને આવેલા બજંગ જિલ્લામાં ભૂકંપના આંચકા ઉત્તરાખંડથી દિલ્હી સુધી અનુભવાયા હતા. તે કાઠમંડુથી 458 કિમીના અંતરે છે. તેની અસર નેપાળના પશ્ચિમી જિલ્લાઓ જેમ કે કૈલાલી, કંચનપુર, લુમ્બીનીમાં જોવા મળી રહી છે. બજંગમાં કાચા મકાનોને ભારે નુકસાન થયું છે.
ઉત્તરાખંડના ચંપાવતમાં પણ સતત 15 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય નેપાળને અડીને આવેલા ખાતિમામાં પણ જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા 10 ગણો વધુ ખતરનાક હોય છે.
નિષ્ણાતોનું કહેવં છે કે જ્યારે ભૂંકપ આવે ત્યારે આટલી વસ્તુંનું ધ્યાન રાખો. ગભરાટ ન અનુભવો, શાંત રહો, ભૂંકપ આવે ત્યારે ટેબલ નીચે ચાલ્યા જવું અને હાથથી માથાને ઢાંકવું, જ્યાં સુધી ભૂંકપના આંચકા ચાલું રહે ત્યાં સુધી ટેબલને પકડી રાખો, આંચકા સમાપ્ત થાય પછી બહાર આવો, લિફ્ટનો ઉપયોગ ન કરો, બિલ્ડીંગ, ઝાડ, થાંભલા, દિવાલોથી દુર રહો, કારમાં બેઠા હો તો ભૂંકપના આંચકા પુરા ન થાય ત્યાં સુધી એમાં બેસી રહો,
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp