26th January selfie contest

પત્નીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા દાન કરી દીધી 5 કરોડની પ્રોપર્ટી,હૃદયસ્પર્શી કહાની

PC: news247plus.com

હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં પેટાવિભાગ નાદોનના રહેવાસી રિટાયર્ડ ડૉક્ટરે પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરતા સરકારને વારસદાર બનાવીને પોતાની કરોડો રૂપિયાની ચલ-અચલ સંપત્તિ સરકારના નામે જ કરી દીધી. તેમણે સંતાન ન હોવાના કારણે પત્ની સાથે મળીને આ નિર્ણય લીધો હતો. એમ કરીને તેમણે એક ઉદાહરણ રજૂ કર્યું છે. તેમની વારસાઈ ક્ષેત્રના લોકો વચ્ચે ચર્ચામાં છે. ડૉક્ટરે 5 કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિ સરકારના નામે કરી દીધી છે.

હૃદયસ્પર્શી આ સમાચારમાં અમે વાત કરી રહ્યા છીએ નાદોનના જેલસપ્પડ ગામના 72 વર્ષીય ડૉ. રાજેન્દ્ર કંવરની જેમણે સ્વાસ્થ્ય વિભાગમાં 33 વર્ષ અને વર્ષો બાદ સ્વાસ્થ્ય વિભાગથી અને તેમના પત્ની કૃષ્ણા કંવર શિક્ષણ વિભાગથી સેવાનિવૃત્ત થયા હતા. એક વર્ષે પૂર્વે પત્નીનું નિધન થયું હતું. બંનેની ઈચ્છા હતી કે કોઈ સંતાન ન હોવાના કારણે પોતાની ચલ-અચલ સંપત્તિ સરકારના નામે વરસાઈ કરી દેવામાં આવે. સાથે જ એક શરત રાખી કે તેમના ઘરને વૃદ્ધાશ્રમ બનાવી દેવામાં આવે.  

પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ડૉક્ટર રાજેન્દ્ર કંવરે 5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી દાન કરી દીધી. પત્રકારો સાથે વાત કરવા દરમિયાન ડૉ. રાજેન્દ્ર કંવરે જણાવ્યું હતું કે લગભગ 5 કરોડની સંપત્તિને સરકારના નામે વારસાઈ કરી છે કેમ કે પત્નીની અંતિમ ઇચ્છાને પૂરી કરવા માટે બાકી સંબંધીઓ સાથે બેસીને નિર્ણય લીધો છે. તેમને સંપત્તિને સરકારના નામે કરવા પર સંતોષ વ્યક્ત કર્યો છે.

તેમણે જણાવ્યું કે જે લોકોને ઘરમાં જગ્યા આપવામાં આવે છે અને વૃદ્ધાવાસ્તમાં અહીં ત્યાં ભટકવું પડે છે એવા લોકો માટે મારા કરોડોના ઘરમાં સરકાર રહેવાની વ્યવસ્થા કરે. સરકાર સાથે વારસાઈમાં એ શરત રાખવામાં આવી છે. ડૉ. રાજેન્દ્ર કંવરે લોકોને સંદેશ આપતા કહ્યું કે સીનિયર સીટિઝન સાથે હંમેશાં લગાવ રાખે અને આદર કરે. ઘર સિવાય નેશનલ હાઇવેના કિનારે લાગતી 5 કનાલ જમીન અને ગાડીની પણ વાયરસાઈ સરકારના નામે કરી છે. તેમણે કહ્યું કે 23 જુલાઇ 2021ના રોજ સરકારના નામે વારસાઈ કરાવી દીધી છે અને હવે એકલા જ જીવન વિતાવી રહ્યા છે.

ડૉ. રાજેન્દ્રનો જન્મ 15 ઓક્ટોબર 1952ના રોજ માતા ગુલાબ દેવી અને પિતા ડૉ. અમર સિંહના ઘર પર ઘનેટામાં થયો હતો. વર્ષ 1974માં MBBSનો અભ્યાસ ઇન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ તાત્કાલીન સમયમાં સ્નોડેન હૉસ્પિટલ સિમલાથી પૂરી કરી. એ ઉપરાંત ઇન્ટર્નશીપ પૂરી કરીને 3 જાન્યુઆરી 1977ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોરંજમાં એક ડૉક્ટર તરીકે જોઇન્ટ કર્યું. નોકરી દરમિયાન તેમણે સેવાભાવની વૃત્તિના કારણે પ્રમોશનને પણ સાઈડ પર કર્યું. ડૉ. કંવર વર્તમાનમાં જેલસપ્પડમાં ઘર પર જ રોજ સેકડો દર્દીઓના સ્વાસ્થ્યની તપાસ કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp