જાણો એક્ઝિટ પોલ અંગે હાર્દિક પટેલે શું કહ્યું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતે છે એવા મતલબનાં આવેલા એક્ઝિટ પોલ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિનાં કન્વીનર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકે ભાજપની જીત તરફ આશંકા વ્યક્ત કરી EVMની ગરબડને છુપાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
હાર્દિકે કહ્યું કે જાણી જોઈને એક્ઝિટ પોલમાં ભાજપ જીતી રહી છે એવું દેખાડવામાં આવી રહ્યું છે.જેથી EVMની ગરબડી બાદ કોઈ EVM પર શંકાના કરે. આ જૂની ચાલ છે. જો ખરેખર આ ચૂંટણી સાચી છે તો પછી ભાજપને જીતવાના કોઈ જ અણસાર નથી.સત્યમેવ જયતે...
હાર્દિકે એક રીતે એક્ઝિટ પોલની વિશ્વસનીયતા સામે જ પ્રશ્નો ઉભા કર્યા છે તો સાથો સાથ EVMની ગરબડ અંગે પણ શંકા ઉભી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.