નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જગ્યાએ જો ફાઇનલ મેચ... હાર પર રાઉતનું BJP પર નિશાન
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર પર નિશાન સાધ્યું છે. ટીમ ઈન્ડિયા અને કેપ્ટન રોહિત શર્માના વખાણ કરતા તેણે BJP પર આરોપ લગાવ્યો છે કે, તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ યોજીને એકમાત્ર BJPને જ ક્રેડિટ મળે તેવા પ્રયાસ કર્યા હતા.
ICC વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર પર હવે રાજકારણ શરૂ થઇ ગયું છે. શિવ સેવા (ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે) પાર્ટીના નેતા અને રાજ્યના સાંસદ સંજય રાઉતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ યોજવા અને ત્યાં ટીમ ઈન્ડિયાની હાર માટે BCCI અને BJP પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે વર્લ્ડ કપમાં હારના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે જો ફાઈનલ વાનખેડે સ્ટેડિયમમાં થઈ હોત તો આપણે જીતી ગયા હોત... સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું, જેથી કરીને જો ત્યાં વર્લ્ડકપ જીત્યો હોત તો તે સંદેશો જાતે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM નરેન્દ્ર મોદી હતા એટલે વર્લ્ડ કપ જીત્યા. પડદા પાછળ BJPની આ એક મોટી ગેમ પ્લાન ચાલી રહી હતી.'
શિવ સેવા (ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, ટીમ ઈન્ડિયા શાનદાર રમી રહી હતી. ટીમે 10 મેચ જીતી હતી, પરંતુ 11મી મેચ હારી ગઈ. રાઉતે કહ્યું કે, જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી ગઈ હોત તો BJPએ તેનો સંપૂર્ણ શ્રેય લેવાની તૈયારી કરી લીધી હતી. તેમણે કહ્યું કે, ભારતીય ટીમની હારથી બધા દુઃખી છે પરંતુ ક્રિકેટમાં જે રીતે વંશવાદ થયો છે. એક રાજ્યની રાજકીય લોબીનો તેમાં પ્રવેશ થયો છે. તેમણે પહેલા વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખ્યું. ત્યારે BJPએ ત્યાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ લઈ જઈને તમામ શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. BJP એવું બતાવવાનો પ્રયાસ કરી રહી હતી કે તેમણે PM નરેન્દ્ર મોદીના કારણે વર્લ્ડ કપ જીત્યો છે. ક્રિકેટમાં આવું થવાની શક્યતા નથી. જ્યારે સંજય રાઉતને પૂછવામાં આવ્યું કે, કપિલ દેવને બોલાવવામાં આવ્યા નથી. તો તેમણે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને આ પ્રસંગે સંજય રાઉતે કહ્યું કે, કપિલ દેવ ભારતની પ્રથમ વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન હતા. અમદાવાદમાં ફાઈનલ માટે તેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જો કપિલ દેવ ત્યાં આવ્યા હોત તો સમસ્યા સર્જાઈ હોત. સંજય રાઉતે ફરી એકવાર કહ્યું કે, લોકો કહે છે કે, જો ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બદલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ હોત તો આપણે જીતી ગયા હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp