દેશમાં મળ્યો કોવિડનો XBB1.16 વેરિયન્ટ, આ રાજ્યોમાં ઝડપથી ફેલાઇ રહ્યુ છે સંક્રમણ

PC: indianexpress.com

દેશમાં કોરોના વાયરસના 76 સેમ્પલો કોરોના વાયરસના XBB1.16 વેરિયન્ટથી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. તે દેશમાં કોરોના વાયરસના કેસોમાં વધારાનું કારણ હોય શકે છે. INSACOGના ફ્રેશ આંકડાઓના આધાર પર આ દાવો કરવામાં આવ્યો છે. INSACOGના આંકડાઓ મુજબ, કોરોના વાયરસનો આ નવો વેરિયન્ટ જે સેમ્પલોમાં મળ્યો છે તેમાંથી 30 કર્ણાટક, 29 મહારાષ્ટ્ર, 7 પૂડુંચેરી, 5 દિલ્હી, 2 તેલંગાણા, 1-1 સેમ્પલ ગુજરાત અને હિમાચલ પ્રદેશના છે.

કોરોના વાયરસનો XBB1.16 વેરિયન્ટ સૌથી પહેલા જાન્યુઆરીમાં સામે આવ્યો હતો. જ્યારે બે સેમ્પલની તપાસમાં તે મળવાની પુષ્ટિ થઇ હતી, જ્યારે ફેબ્રુઆરીમાં તેનાથી સંક્રમિત 59 સેમ્પલ મળ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ બનેલા ભારતીય સાર્સ-કોવ-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)એ કહ્યું કે, માર્ચમાં આત્યાર સુધી 16 સેમ્પલોમાં XBB1.16 વેરિયન્ટની પુષ્ટિ થઇ છે. કેટલાક વિશેષજ્ઞ કોરોના મહામારી માટે નવા કેસોમાં હાલના વધારા માટે વાયરસના આ નવા વેરિયન્ટને જવાબદાર માની રહ્યા છે.

રાષ્ટ્રીય કોવિડ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી ચૂકેલા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)ના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના વાયરસના કેસોમાં વૃદ્ધિનું કારણ XBB1.16 વેરિયન્ટ પ્રતિત થાય છે, જ્યારે ઇન્ફ્લૂએન્જાના કેસો H3N2ના કારણે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનલ મેડિસિન, શ્વસન અને નીંદ ચિકિત્સા વિભાગના પ્રમુખ અને મેદાન્તામાં ચિકિત્સા શિક્ષણના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, આ બંને જ બાબતે કોરોના વાયરસનો ઉપયુક્ત વ્યવહાર સંક્રમણને ફેલાતા રોકવામાં મદદ કરી શકે છે.

મોટા ભાગના કેસો ગંભીર પ્રાકૃતિના નથી. એટલે વધારે ગભરવા કે ડરવાની વાત નથી. ઇન્ડિયન અકાદમી ઓફ પીડિયાટ્રિક્સના પૂર્વ સંયોજક અને બિજનૌર સ્થિત મંગલા હૉસ્પિટલ અને અનુસંધાન કેન્દ્રના બાળ રોગ વિશેષજ્ઞ વિપિન એમ. વશિષ્ઠે કહ્યું કે, નવા XBB1.16 વેરિયન્ટ ઓછામાં ઓછા 12 દેશોમાં મળ્યો છે અને તેના સૌથી વધુ કેસ ભારતમાં મળ્યા છે. અમેરિકા, બ્રૂનેઇ, સિંગાપુર અને બ્રિટનમાં પણ તેના કેસ મળ્યા છે.

વશિષ્ઠે ટ્વીટ કરી કે, ભારતમાં છેલ્લા 14 દિવસો દરમિયાન કોરોના વાયરસના નવા કેસોમાં 281 ટકા અને બીમારીથી મરનારાઓની સંખ્યામાં 17 ટકાનો વધારો થયો છે. ભારતમાં 126 દિવસ બાદ શનિવારે એક દિવસમાં મળનારા કોરોના સંક્રમણના કેસોની સંખ્યા 800ના આંકડાને પાર કરી ગઇ. દેશમાં સારવાર હેઠળ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 5,389 થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp