સંસદ સભ્યોએ જનતાનો વિશ્વાસ અને અપેક્ષાઓનું સન્માન કરવું જોઈએઃ જગદીપ ધનખર

PC: PIB

રાજ્યસભામાં વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખરે સંસદીય કાર્યવાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, વિશ્વ આપણી લોકશાહીને જુએ છે, તેમ છતાં આપણે આપણા વર્તન દ્વારા આપણા નાગરિકોને નિરાશ કરીએ છીએ. આ સંસદીય વિક્ષેપો જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓની મજાક ઉડાવે છે. ખંતથી સેવા કરવાની આપણી મૂળભૂત ફરજ ઉપેક્ષિત થાય છે.

તેમણે કહ્યું કે, જ્યાં તર્કબદ્ધ સંવાદ પ્રબળ હોવો જોઈએ, ત્યાં આપણે માત્ર અરાજકતા જોઈએ છીએ. હું દરેક સંસદસભ્યને તે પછી કોઈપણ પક્ષના હોય, પોતાની અંતરાત્માને તપાસે તેવો આગ્રહ કરું છું.

તેમણે વધુમાં કહ્યું- આપણી લોકશાહીના નાગરિકો - માનવતાનો છઠ્ઠો ભાગ - આ તમાશાથી વધુના હકદાર છે. આપણે તે અમૂલ્ય તકોને વેડફીએ છીએ જે આપણા લોકોની ભલાઈ માટે કામ આવી શકે છે. હું આશા રાખું છું કે સભ્યો ઊંડાણપૂર્વક આત્મનિરીક્ષણ કરશે અને નાગરિકો પ્રત્યેની તેમની જવાબદારીનું પાલન કરશે.

સભાપતિએ કહ્યું કે,આ પવિત્ર ચેમ્બર એવા આચરણનું હકદાર છે, જે આપણી શપથનું સન્માન કરે છે, ન કે એવું નાટક જે તેને દગો આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp