પુલવામાં હુમલાના આરોપી જૈશના 5 આતંકવાદીઓને આજીવન કેદની સજા

PC: ndtv.com

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 5 આતંકવાદીઓને દિલ્હી સ્થિત પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે આજીવન કેદની સજા સંભળાવી હતી. પુલવામા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર હુમલો કરવા અને ષડયંત્ર રચવા માટે કોર્ટે આ સજા સંભળાવી છે. આ 5 આતંકવાદીઓમાં સજ્જાદ અહમદ ખાનનું નામ પણ સામેલ છે, જેણે પુલવામામાં CRPFના કાફલા પર હુમલા દરમિયાન સુરક્ષા બળોની અવર-જવર બાબતે જાણકારી આપી હતી.

પટિયાલા હાઉસ કોર્ટે બધા 5 આતંકવાદીઓને આખા દેશમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે યુવાઓની ભરતી કરવા અને તાલીમ આપવાનો દોષી ઠેરવ્યો. વિશેષ ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિકે સજ્જાદ અહમદ ખાન, બિલાલ અહમદ મીર, મુઝફ્ફર અહમદ ભટ અને મહરાજુદ્દીનને આ સજા સંભળાવી છે. ન્યાયાધીશે આ કેસમાં તનવીર અહમદ ગનીને 5 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે કહ્યું કે, બધા દોષીઓએ મળીને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનું કાવતરું રચ્યું હતું.

તેણે કહ્યું કે, દોષી ન માત્ર જૈશના સભ્ય હતા, પરંતુ આતંકવાદીઓને હથિયારો, ગોળા બારૂદ અને રસદ ઉપલબ્ધ કરાવીને સહયોગ કરતા હતા. આ પાંચ આતંકવાદીઓમાં સજ્જાદ અહમદ ખાનનું નામ પણ સામેલ છે. જેણે પુલવામામાં CRPFના કાફલા પર હુમલા દરમિયાન સુરક્ષાબળોની અવર-જવર બાબતે જાણકારી આપી હતી. ન્યાયાધીશે કહ્યું કે, આરોપી જમ્મુ-કશ્મીરના સ્થાનિક લોકોને ઉગ્રવાદમાં જવા માટે પ્રેરિત કરવા અને આતંકવાદી કૃત્યોને અંજામ આપવા માટે ધનની વ્યવસ્થા વગેરેમાં પણ સામેલ હતા.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ માર્ચ 2019માં આ હુમલાના પ્રાથમિકી નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું કે, ભારતમાંઆ આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે પાકિસ્તાનમાં બેઠા હેન્ડલર્સે દોષીઓને તાલીમ આપી હતી. કોર્ટે કહ્યું કે, જૈશ પ્રમુખ મૌલાના મસૂદ અહમદના ભાઇ મુફ્તી રઉફ અસગરે જૈશના અન્ય વરિષ્ઠ કમાન્ડરો સાથે મળીને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનું એક મોટું ષડયંત્ર રચ્યું. કોર્ટે કહ્યું કે, ષડયંત્ર હેઠળ હાલમાં જ મોટી સંખ્યામાં અજાણ્યા પાકિસ્તાન પ્રશિક્ષિત આતંકવાદીઓ, હથિયારોના પ્રશિક્ષકોએ ગેરકાયદેસર રીતે ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે.

જમ્મુ-કશ્મીરના પુલવામાં જિલ્લામાં CRPFના કાફલા પર 2019માં થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. NIAના દાવા મુજબ, પુલવામા હુમલા દરમિયાન CRPFના કાફલા બાબતે સજ્જાદ અહમદે જાણકારી આપી હતી. કોર્ટે કહ્યું કે, બધા આરોપીઓએ મળીને વતન વિરુદ્ધ જંગ છેડવાનું ષડયંત્ર રચ્યું હતું. ગુનેગારો ન માત્ર જૈશના સભ્ય હતા, પરંતુ તેઓ આતંકવાદી હથિયાર, ગોળા-બારૂદ અને રસદ ઉપલબ્ધ કરાવીને મદદ કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp