લાંચ લેતા રેવેન્યૂ અધિકારી પકડાયો પછી જુઓ શું કર્યું, વીડિયો

PC: ajjtak.in

લખનૌમાં એ સમયે હંગામો થઇ ગયો જ્યારે વિજિલેંસની ટીમે એક રેવેન્યૂ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો. આરોપ છે કે આ અધિકારીએ પ્રમાણપત્ર બનાવવા માટે 15000 રૂપિયાની લાંચ માગી હતી. ત્યારે જ વિજિલેંસની ટીમે તેને પકડી પાડ્યો. આરોપીને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. આ દરમિયાન રેવેન્યૂ અધિકારી આજીજી કરી રહ્યો હતો કે તેને અરેસ્ટ ન કરવામાં આવે. વિજિલેંસની ટીમમાં સામેલ લોકો આરોપીને ઘસડીને લઇ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

જાણકારી અનુસાર, વિજિલેંસની ટીમે જે રેવેન્યૂ અધિકારીને પકડ્યો છે તેનું નામ અવિનાશ ચંદ્ર ઓઝા છે. આરોપ છે કે અવિનાશે પ્રમાણપત્ર બનાવવાના નામ પર લાંચ માગી હતી. જેની ફરિયાદ પીડિતે વિજિલેંસ વિભાગને કરી હતી. ફરિયાદ મળ્યા પછી ટીને રેવેન્યૂ અધિકારીની ઓફિસમાં રેડ મારીને તેને લાંચ લેતા પકડી લીધો.

અમન ત્રિપાઠી નામના વ્યક્તિએ પ્રમાણપત્ર બનાવવાનું હતું. જેના માટે તેણે લખનૌના સદર તહસીલના રેવેન્યૂ અધિકારી અવનીશ ચંદ્ર ઓઝાનો સંપર્ક કર્યો હતો. પણ તેની અવેજમાં અવનીશે અમન પાસે 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી. ત્યાર બાદ અમન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. લખનૌ વિજિલેંસ વિભાગમાં આ મામલે ફરિયાદ મળતા એક્શન લેવામાં આવ્યું. વિજિલેંસની ટીમને રેવેન્યૂ અધિકારીની પાસેથી લાંચના રૂપિયા મળ્યા છે.

15 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયેલા આરોપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં આરોપી પોતાને છોડાવવાની કોશિશ કરી રહ્યો છે. એક જગ્યાએ તો એ જમીન પર બેસી જાય છે અને કહેવા લાગે છે કે, હું નહીં જઇશ. મેં કોઇ રૂપિયા લીધા નથી. ટીમ તેને ઉઠાવીને જબરદસ્તીથી લઇ જઇ ગાડીમાં બેસાડી દે છે. લખનૌના આ રેવેન્યૂ અધિકારી સામે ઉત્તર પ્રદેશની વિજિલેંસ વિંગના લખનૌ સેક્ટરમાં કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.

હાલમાં જ અવિનાશ ઓઝાની બદલી રાયબરેલીથી લખનૌ થઇ હતી. આ મામલાને લઇ એડીએમ ડૉ. શુભી સિંહનું કહેવું છે કે, હાલમાં એન્ટી કરપ્શન તરફથી અધિકારીના સંબંધમાં કોઇ લેટર આવ્યો નથી. લેટર મળવા પર અધિકારી સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp