હવે ATMમાં કાર્ડની ઝંઝટ નહીં, આ રીતે નીકળશે રોકડ

PC: js.newsx.com

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે ખાસ સર્વિસ શરૂ કરવા જઇ રહી છે.  આ નવી સર્વિસ  YONO CASH ની મદદથી તમે SBIના 1.65 લાખ ATM પર રોકડ કાઢવા માટે હવે કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નહી રહે. દેશમાં કાર્ડ વિના ATM સેવા આપનાર SBI ભારતની પહેલી બેંક બની ગયું છે.

YONO ડિજીટલ બેંકિંગ પ્લેટફોર્મ છે જે 85 ઇ-કોમર્સ કંપનીઓને સેવા આપી રહ્યું છે. SBIએ તેને નવેમ્બર 2017માં લોન્ચ કર્યુ હતું. ફેબ્રુઆરી 2019 સુધી YONO App 1.8 કરોડ ડાઉનલોડ થઇ ચૂકી છે જેમાં 70 લાખ સક્રીય યુઝર્સ છે.

આ રીતે કાઢો ATMથી કાર્ડ વિના પૈસા

  • આના માટે ગ્રાહકોને YONO App પર કેશ કાઢવાનો વિકલ્પ મળશે
  • એપમાં કેશ ટ્રાન્ઝેક્શન માટે 6 ડીજિટનો પિન સેટ કરવાનો રહેશે
  • આ ટ્રાન્ઝેક્શન માટે મોબાઇલ પર 6વ ડીજિટનો રેફરન્સ કોડ મળશે
  • ત્યાં તમારે 6 ડીજિટનો પિન અને રેફરન્સ નંબર નાખવો પડશે
  • આ રેફરન્સ નંબર નાખતાની સાથે જ પૈસા ATM માંથી નીકળી આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp