દેશના એક એવા નેતા જેમની પત્ની 4000 કરોડ રૂપિયાના મહેલમાં રહે છે

PC: travelandleisureasia.com

મોદી સરકારના મંત્રી અને મધ્ય પ્રદેશના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો ગ્વાલિયરમાં 4,000 કરોડનો મહેલ છે અને તેમના પત્ની પ્રિયદર્શીની રાજે સિંધિયા આ મહેલામાં આલિશાન જિંદગી જીવે છે. આ મહેલમાં 400 રૂમ્સ છે.

જ્યોતિરાદિત્યને ભાજપે આ વખતે મધ્ય પ્રદેશના ગુનામાંથી ટિકિટ આપી છે અને પત્ની પ્રિયદર્શીની પણ પ્રચારમાં જાય છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયા પણ રાજકુમારી છે. પ્રિયદર્શિની રાજે ગાયકવાડ પરિવારના રાજકુમારી છે. પ્રિયદર્શિની રાજેના પિતા કુમાર સંગ્રામસિંહ ગાયકવાડ બરોડાના છેલ્લા શાસક પ્રતાપ સિંહ ગાયકવાડ છે. પ્રિયદર્શિનીની માતા પણ પાલા રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

પ્રિયદર્શિની રાજેએ તેમનું શાળાકીય શિક્ષણ કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરીમાંથી કર્યું હતું. આ હવે મુંબઈમાં ફોર્ટ કોન્વેન્ટ તરીકે ઓળખાય છે. પ્રિયદર્શિની રાજેએ તેમનો કોલેજનો અભ્યાસ મુંબઈની સોફિયા કોલેજ ફોર વુમનમાંથી કર્યો હતો.

સિંધિયાના મહેલને જય વિલાસ પેલેસ નામ આપેલું છે, પરંતુ લોકો સિંધિયા મહેલ તરીકે જ ઓળખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp