'જે લોકો ઇસ્લામમાં નથી તેઓ કમનસીબ',ફિરહાદ હકીમ પર ભડક્યા BJP MLA અગ્નિમિત્રા પોલ

PC: jansatta.com

પશ્ચિમ બંગાળના BJP ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કોલકાતાના મેયર ફિરહાદ હકીમના વિવાદિત નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પોલે કહ્યું, 'ફિરહાદ હકીમ જે મેયર છે અને CM મમતા બેનર્જીની પાર્ટીના સભ્ય પણ છે, હકીમે એક ઇવેન્ટમાં કહ્યું છે કે, તેઓ ખૂબ જ નસીબદાર છે અને જેઓ અન્ય ધર્મોમાં જન્મેલા છે તેઓ ખૂબ જ કમનસીબ છે... તેઓ આવું કેવી રીતે બોલી શકે છે. તેઓ આવું બોલવાની હિંમત કેવી રીતે કરી શકે અને આવું બોલ્યા પછી પણ તેમની ઉપર કોઈ કાર્યવાહી નથી થઇ. તેમને તેમના પદ પરથી બરતરફ કરી દેવા જોઈએ....'

કોલકાતાના મેયર ફિરહાદ હકીમે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને બિન-મુસ્લિમોને કમનસીબ ગણાવ્યા છે. તેમના નિવેદન પર, બંગાળ BJPના નેતાઓ સર્વસંમતિથી TMC સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી પાસેથી સ્પષ્ટતાની માંગ કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા અને BJPના નેતા સુવેન્દુ અધિકારીએ પક્ષના ધારાસભ્યો સાથે TMC મંત્રી અને મેયર ફિરહાદ હકીમની 'દાવત-એ-ઈસ્લામ' ટિપ્પણી સામે વિરોધ કર્યો અને વિધાનસભા સત્રનો બહિષ્કાર કર્યો.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના મેયર અને TMC સરકારમાં કેબિનેટ મંત્રી ફિરહાદ હકીમે 3 જુલાઈ, 2024ના રોજ આપેલા નિવેદનમાં બિન-મુસ્લિમોને કમનસીબ ગણાવ્યા હતા. હકીમે જાહેરમાં ઇસ્લામ કબૂલ કરવાની હાકલ કરી હતી. આ પછી તેમના નિવેદન પર વિવાદ થયો હતો.

ફિરહાદ હકીમે કહ્યું, 'જે લોકો ઈસ્લામમાં જન્મ્યા નથી તેઓ કમનસીબ છે. જો આપણે તેમને (ઈસ્લામ સ્વીકારવાનું) આમંત્રણ આપી શકીએ અને ઈમાન (ઈસ્લામ પ્રત્યે નિષ્ઠા) લાવી શકીએ, તો આપણે અલ્લાહને ખુશ કરી શકીશું.'

ફિરહાદ હકીમ અહીં જ ન અટક્યા. તેમણે કહ્યું, 'આપણે બિન-મુસ્લિમોમાં ઇસ્લામ ફેલાવવાની જરૂર છે. જો આપણે કોઈને ઈસ્લામના માર્ગે લાવી શકીએ તો, આપણે તેનો ફેલાવો કરીને સાચા મુસ્લિમ સાબિત થઈશું.' તેમણે આગળ ભાર મૂક્યો, 'જ્યારે હજારો લોકો આ રીતે માથા પર ટોપી પહેરીને બેસે છે, ત્યારે તે આપણા બધાની શક્તિ દર્શાવે છે. આ આપણી એકતા દર્શાવે છે અને એ પણ સ્પષ્ટ કરે છે કે, આપણને કોઈ દબાવી નહીં શકે.'

આ પહેલીવાર નથી જ્યારે કોલકાતાના મેયર ફિરહાદ હકીમ ખોટા નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા હોય, તેમણે એપ્રિલ 2016માં કોલકાતાના મુસ્લિમ બહુલ વિસ્તારને 'મિની પાકિસ્તાન' ગણાવ્યો હતો. ફેબ્રુઆરી 2021 માં, તેઓ કોલકાતાની એક મસ્જિદમાં રાજકારણ સાથે સંબંધિત ભાષણ આપતા જોવા મળ્યા હતા, જે આદર્શ આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.

એ જ રીતે, ડિસેમ્બર 2023માં, ફિરહાદ હકીમે પશ્ચિમ બંગાળની મુખ્ય ભાષા બંગાળી પર હુમલો કરતા કહ્યું હતું કે, એક સમય એવો આવશે જ્યારે પશ્ચિમ બંગાળના 50 ટકા લોકો માત્ર ઉર્દૂ બોલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp