રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ, ચૂંટણી પંચના અધિકારીઓએ ચેકિંગ કર્યું

PC: thesandeshwahak.com

તમિલનાડુના નીલગિરિમાં ચૂંટણી અધિકારીઓએ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈ જતા હેલિકોપ્ટરનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે, ફ્લાઈંગ સ્કવોડના અધિકારીઓએ હેલિકોપ્ટર અહીં ઉતર્યા પછી તેની તલાશી લીધી હતી. રાહુલ ગાંધી કેરળમાં તેમના સંસદીય મતવિસ્તાર વાયનાડ જઈ રહ્યા હતા જ્યાં તેઓ જાહેર સભાને સંબોધિત કરવા સહિત અનેક ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાના છે.

તેઓ સતત બીજી વખત વાયનાડથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં 26 એપ્રિલે મતદાન થશે. આજે, દક્ષિણ રાજ્યમાં લોકસભા ચૂંટણીના પ્રચારના ભાગરૂપે, રાહુલ ગાંધીએ સોમવારે સુલતાન બથેરીમાં એક વિશાળ રોડ શો યોજ્યો હતો. રાહુલ ગાંધી પડોશી તમિલનાડુના નીલગીરી જિલ્લામાં પહોંચ્યા અને ત્યાંની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે તેમણે વાતચીત કરી. ત્યાંથી તેઓ રોડ માર્ગે કેરળના સુલતાન બઠેરી પહોંચ્યા.

 

સુલ્તાન બઠેરીમાં રાહુલ ગાંધીએ કારની ખુલ્લી છત પર બેસીને રોડ શો કર્યો હતો. આ દરમિયાન સેંકડો કાર્યકરો તેમના ફોટા સાથેના બેનરો લઈને કારની સાથે ચાલતા રહ્યા હતા. રાહુલ ગાંધી આજે નજીકના પુલપલ્લીમાં ખેડૂતોની રેલીને પણ સંબોધિત કરવાના છે. પુલપલ્લી એ મુખ્યત્વે એક કૃષિ વિસ્તાર છે, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો રહે છે.

 કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી માનંતવાડી, વેલ્લામુંડા અને પદિનજારતારામાં પણ રોડ શો કરવાના અને ત્યાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરે તેવી શક્યતા છે. આ મુલાકાત દરમિયાન, કેટલાક ચર્ચો દ્વારા ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ના સ્ક્રીનીંગ પરના તાજેતરના વિવાદને ધ્યાનમાં રાખીને રાજકીય મહત્વ ધરાવતા માનંતવાડી પાદરી સાથે રાહુલ ગાંધી બેઠક યોજે તેવી અપેક્ષા છે.

 

ત્યાર પછી સાંજે, તેઓ પડોશી કોઝિકોડ જિલ્લામાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ની રેલીને સંબોધિત કરશે. વાયનાડથી ફરી નસીબ અજમાવી રહેલા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પછી બીજી વખત આ મતવિસ્તારમાં આવ્યા છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મહિનાની શરૂઆતમાં વાયનાડ મતવિસ્તારમાં તેમના ઉમેદવારી પત્રો દાખલ કરીને અને એક મોટો રોડ શો યોજીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં વાયનાડમાં 4,31,770 મતોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી. કેરળમાં લોકસભાની 20 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp