શું રાહુલ ગાંધીના બુટની કિંમત 3 લાખ રૂપિયા છે, જાણો સાચી હકીકત

PC: khabarchhe.com

આજકાલ રાહુલ ગાંધી સમાચારમાં છવાયેલા છે. હોવું પણ જોઈએ, કારણ કે તેઓ કોંગ્રેસના નેતાની સાથે સાથે સંસદમાં વિરોધપક્ષના પણ નેતા છે. હાલ લોકસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે તેમના માટે સમાચારોમાં રહેવું તે સ્વાભાવિક છે. આ તો થઇ દરરોજ પ્રકાશિત થતા હેડિંગની વાત. પરંતુ આજે, એટલે કે 20 ડિસેમ્બર, 2024ની હેડલાઇન થોડી અલગ જ છે. અહીં રાહુલ ગાંધી નહીં પરંતુ તેમના બુટ ચર્ચામાં છે. તસવીરો અને સોશિયલ મીડિયા અનુસાર, તેમણે ગઈકાલે સંસદના મકર ગેટ પર પ્રદર્શન દરમિયાન આ શૂઝ પહેર્યા હતા. ઠીક છે ચાલો, હવે કોઈ બુટ ચંપલ પહેર્યા વિનાતો ઘરની બહાર નીકળે નહીં.

પરંતુ અહીં ચર્ચા છે તેમના બુટની કિંમતની. સોશિયલ મીડિયા પર આને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. એક સ્ક્રીન શોટ તેમને 3 લાખ રૂપિયા બતાવે છે અને બીજો 18 હજાર રૂપિયા બતાવે છે. તે સ્વાભાવિક છે કે બુટના આવા સમાચાર બજારમાં ખૂબ લોકપ્રિય બની રહેતા હોય છે. અમે વિચાર્યું, ચાલો તેમને પણ પહેરવાનો પ્રયાસ કરી લઈએ. મતલબ કે જાણી લઈએ કે શું ચાલી રહ્યું છે.

એલોન મસ્કના X પ્લેટફોર્મ પર, રાહુલ ગાંધી વાદળી T-શર્ટ અને ઓલિવ રંગના શૂઝ પહેરેલા જોવા મળે છે. શૂઝ પરનો લોગો જોઈને એવું લાગે છે કે આ સ્વિસ બ્રાન્ડ ક્લાઉડનું ક્લાઉડ 5 વોટરપ્રૂફ મોડલ છે. ગૂગલ પર સર્ચ કર્યા પછી અમને ખબર પડી કે, સ્વિસ કંપનીના આ શૂઝ રનર્સને ખૂબ જ પસંદ આવે છે. YouTube તેની સમીક્ષાઓ અને વખાણથી ભરેલું છે. વેબસાઈટ અનુસાર, આ શૂઝ વજનમાં હળવા હોય છે. ઝીરો-ગ્રેવિટી ફોમમાંથી બન્યા હોય છે, એટલે કે તેને પહેરતી વખતે તમને કોઈ વજનનો અનુભવ થતો નથી અને ખુબ સોફ્ટ પણ હોય છે.

તે વોટરપ્રૂફ પણ છે અને પગની ઘૂંટીને આરામ આપવા માટે મોલ્ડેડ ડિઝાઇન ધરાવે છે. જો કે, તે ઝડપથી ગંદા થઈ જાય છે અને કેટલીકવાર તેમાંથી દુર્ગંધ પણ આવે છે. ચાલો સારું, હવે આપણે તેના સ્ક્રીન શૉટની કિંમત પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઘણા લોકોએ કહ્યું કે, તેમની કિંમત 3 લાખ રૂપિયા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ગરીબોની વાત કરે છે, પરંતુ તેઓ પોતે આટલા મોંઘા બુટ પહેરે છે.

સ્વાભાવિક છે કે, તેના બચાવમાં પણ સોશિયલ મીડિયા પર લોકો બોલવાના છે. ઘણા યુઝર્સે તેમને 18-20 હજારની રેન્જમાં હોવાનું જણાવ્યું હતું, જ્યારે કેટલાકે 8 હજારનું કહ્યું હતું.

એવું પણ કહેવાય છે કે, અમેરિકા જેવા વિકસિત દેશોમાં તો સામાન્ય લોકો આ શૂઝ પહેરે છે. અર્થ એવો નીકળ્યો કે, સંસ્કૃતમાં એક કહેવત અનુસાર 'મુંડે મુંડે મતિર્ભિન્ના' જેવો કિસ્સો. જેટલા માથા (માણસો) છે એટલા વિચારો પણ છે.

બસ, અમે પણ અમારા બુટની દોરી બાંધી અને હકીકત શું છે તે સમજી ગયા. જો તમે સીધા Google પર Cloud 5 વોટરપ્રૂફ ટાઇપ કરો છો, તો on.com વેબસાઇટ ખુલશે, જે તેની કિંમત 3 લાખ રૂપિયા બતાવી રહી છે. જોકે, આ વેબસાઈટ પર તમામ શૂઝની કિંમત એક જ રકમમાં જોવા મળે છે. જો કે આ કંપનીની જ વેબસાઈટ છે, પરંતુ તે ભારતમાં વર્ષોથી ચાલી રહી નથી.

સિંગાપોરની વેબસાઇટ પર કિંમત, જે ચાલુ હાલતમાં છે, ત્યાં તેની કિંમત 289 ડૉલર છે. એટલે કે રૂ. 24500. ભારતમાં ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ તેમની કિંમત 20 હજાર રૂપિયાની આસપાસ જોવા મળે છે.

હવે તેની ખરેખર કિંમત કેટલી છે, તે તમે જાતે જ નક્કી કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp