રેપ-હત્યાનો દોષી રામ રહીમ વર્ષમાં ત્રીજી વખત જેલમાંથી બહાર, 21 દિવસની પેરોલ

PC: oneindia.com

બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ આજે જેલમાંથી બહાર આવ્યો છે. એક દિવસ પહેલા જ હરિયાણા સરકારે તેની 21 દિવસની પેરોલ મંજૂરી આપી હતી. આ પેરોલ મળ્યા બાદ રામ રહીમ આ વર્ષમાં ત્રીજી વખત જેલમાંથી બહાર આવ્યો છે.

હરિયાણા સરકારે સોમવારે સાંજે રામ રહીમના પેરોલને મંજૂરી આપતાની સાથે જ જેલના મુખ્ય જેલ ચોક પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં રહેશે. તે અગાઉ આ વર્ષે જુલાઈમાં પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. તે અત્યાર સુધીમાં સાત વખત જેલની બહાર આવી ચૂક્યો છે.

પેરોલ આપવાનો રાજ્યનો અધિકાર હોય છે અને જેલમાં કેદીના સારા વ્યવહારને ધ્યાનમાં રાખીને આપાવમાં આવે છે.

ગુરમીત રામ ઉર્ફે બાબા રામ રહીમને વર્ષ 2017માં બળાત્કાર અને હત્યાના કેસમાં જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો, પરંતુ આ 6 વર્ષમાં તે 7 વખત પેરોલ પર બહાર આવ્યો છે. પોતાની બે શિષ્યાઓ પર બળાત્કારના કેસમાં 20 વર્ષ અને હત્યાના કેસમાં ઉમર કેદની રોહતક જેલમાં સજા કાપી રહ્યો છે.

હવે ક્યારે ક્યારે રામ રહીમને પેરોલ મળી તે જોઇએ.

24 ઓકટોબર 2020માં રામ રહીમને 24 કલાકના સીક્રેટ પેરોલ પર જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તે વખતે રામ રહીમની પેરોલને એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે માત્ર 4 લોકો જે એની માહિતી હતી.

21 મે 2021ના દિવસે રામ રહીમને 48 કલાકની કસ્ટડી પેરોલ મળી હતી.પોતાની બિમાર માતાને મળવા રામ રહીમ ગુરગ્રામ ગયો હતો.

7 ફેબ્રુઆરી 2022ના દિવસે રામ રહીમને 21 દિવસની પેરોલ મળી હતી. તે વખતે રામ રહીમ ગુરુગ્રામમાં પોતાના આશ્રમે ગયો હતો.

જૂન 2022માં રામ રહીમને સરકારે 1 મહિનાની પેરોલ મંજૂર કરી હતી. તે વખતે રામ રહીમ પોતાના બાગપત આશ્રમમાં ગયો હતો.

ઓકટોબર 2022માં રામ રહીમને 40 દિવસની પેરોલ મળી હતી. તે બરનાવા આશ્રમ ગયો હતો.

21 જાન્યુઆરી 2023ના દિવસે પણ રામ રહીમને 40 દિવસના પેરોલ મળ્યા હતા. ડેરા પ્રમુખ સતનામ જયંતિમાં સામેલ થયો હતો.

20 જુલાઇ 2023ના દિવસે 30 દિવસની પેરોલ મળી હતી તે ફરી બાગપત આશ્રમ ગયો હતો.

21 નવેમ્બર 2023 આજે 21 દિવસની પેરોલ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp