ટોલને લઇને નીતિન ગડકરીએ લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમને કરી ખતમ, કરી આ જાહેરાત

PC: indiashippingnews.com

કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમને ખતમ કરી દીધી છે. તેની સાથે જ સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, સરકારે ટોલ ખતમ કરી રહી છે અને જલદી જ સેટેલાઇટ આધારિત સંગ્રહ પ્રણાલી શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમને લાગૂ કરવા પાછળનું ઉદ્દેશ્ય ટોલ કલેક્શનને પ્રોત્સાહન આપવાનું અને ટોલ પ્લાઝા પર લાગતી ભીડને ઓછી કરવાનું છે.

રાજ્યસભામાં એક લેખિત જવાબ આપતા તેમણે કહ્યું કે, સડક પરિવહન અને હાઇવે મંત્રાલય વૈશ્વિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) લાગૂ કરવા જઇ રહ્યું છે. એ અત્યારે માત્ર થોડા ટોલ પ્લાઝા પર હશે. આ અગાઉ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે, હવે અમે ટોલ ખતમ કરી રહ્યા છીએ અને સેટેલાઇટ આધારિત ટોલ સંગ્રહ પ્રણાલી હશે. તમારા બેંક ખાતામાંથી પૈસા કપાશે અને તમે જેટલી દૂરી નક્કી કરશો, એ હિસાબે ટેક્સ લેવામાં આવશે.  તેનાથી સમય અને પૈસાની બચત થશે.

પહેલા મુંબઇથી પૂણે જવામાં 9 કલાક લાગતા હતા, હવે એ ઘટીને 2 કલાક રહી ગયા છે. 25 જૂન 2024ના રોજ GNSS બેઝ્ડ સિસ્ટમ પર હિતધારકો સાથે પરામર્શ કરવા માટે એક ઇન્ટરનેશનલ વર્કશોપ આયોજિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 7 જૂન 2024ના રોજ વૈશ્વિક અભિરુચિ અભિવ્યક્તિ (EOI) પ્રસ્તુત કરવામાં આવી, જેમાં વ્યાપક ઔદ્યોગિક ભાગીદારીને આમંત્રિત કરવામાં આવી. EOI પ્રસ્તુત કરવાની છેલ્લી તારીખ 22 જુલાઇ 2024 હતી.

આ અગાઉ ડિસેમ્બરમાં નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટી (NHAI)નો ટારગેટ માર્ચ 2024 સુધી આ નવી પ્રણાલી લાગૂ કરવાની છે. ટોલ પ્લાઝા પર પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને વેઇટિંગ ટાઇમને ઓછો કરવાના પ્રયાસ બાબતે વર્લ્ડ બેંકને સૂચિત કરવામાં આવી છે. FASTagની શરૂઆત સાથે ટોલ પ્લાઝા પર એવરેજ વેઇટિંગ સમયમાં ઉલ્લેખનીય કમી આવી છે. કર્ણાટકમાં NH-275ના બેંગ્લોર-મૈસૂર ખંડ અને હરિયાણામાં NH 709ના પાનીપત હિસાર ખંડ પર તેને અજમાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp