જજની સામે વિટનેસ બોક્સમાં ઊભેલો આરોપી પોલીસકર્મીની નજર ચૂકવી થયો ફરાર

PC: citizentv.co.ke

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સેન્ટ્રલ જેલમાંથી ગુરુવારે જિલ્લા કોર્ટમાં સુનાવણી માટે લાવવામાં આવેલો આરોપી વીર સિંગ જાટવને જજની સામે રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન તેણે હાથમાં બાંધેલી દોરી ઢીલી કરી દીધી અને વિટનેસ બોક્સમાંથી કૂદીને ભાગી ગયો હતો પોલીસની ઘેરાબંધી છતા આરોપી ફરાર છે.

લૂંટનું ષડયંત્ર રચીને હથિયાર સાથે ઝડપાયેલા વીર સિંહ જાટવને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. વીર સિંહને કોર્ટમાં રજૂ કરવા માટે બપોરે પોણા ત્રણ વાગ્યે મહાવીર શર્મા અને દિનેશ શર્માએ તેને કોર્ટમાં હાજર કરવા માટે જેલમાંથી બહાર કાઢી હાથમાં દોરડું બાંધીને જજ ઉત્સવ ચતુર્વેદી સમક્ષ લઈ ગયા હતા. પોલીસ જવાનોએ તેને વિટનેસ બોક્સમાં ઊભો રાખ્યો અને બંને પોલીસકર્મી વિટનેસ બોક્સની પાસે જ ઊભા રહ્યા હતા.

વીર સિંહ વિટનેસ બોક્સમાં ઊભા રહી પોલીસકર્મીઓની નજર બચાવી પોતાના હાથમાં બાંધેલી દોરી ઢીલી કરી દીધી અને તક મળતા જ કે વિટનેસ બોક્સમાંથી કૂદીને ભાગી ગયો હતો. પોલીસે વીર સિંહ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp