‘મારા પતિના સન્માનથી..’ સિદ્ધારમૈયાની પત્નીએ MUDAને પત્ર લખીને પ્લોટ પરત કર્યા

PC: deccanherald.com

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોમવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, તેમની પત્ની, સાળા અને કેટલાક અન્ય લોકો વિરુદ્ધ મૈસૂર શહેરી વિકાસ ઓથોરિટી (MUDA) સાથે જોડાયેલા જમીન ફાળવણી કૌભાંડમાં મની લોન્ડ્રિંગ હેઠળ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ અભૂતપૂર્વ ઘટનાક્રમમાં મોડી સાંજે સિદ્ધારમૈયાનો પરિવાર બચાવની મુદ્રામાં આવી ગયો. તેમની પત્ની બી.એમ. પાર્વતીએ MUDA કમિશનરને ચિઠ્ઠી લખીને ફાળવાયેલી 14 પ્લોટ પરત કરવાની રજૂઆત કરી નાખી.

તેમણે ચિઠ્ઠીમાં લખ્યું કે, હું મૈસૂરમાં MUDA ષડયંત્ર સાથે જોડાયેલા આરોપોથી ખૂબ દુઃખી છું. મારા ભાઇ બાબુને પારિવારિક વારસાના રૂપમાં મળેલા પ્લોટો એટલો મોટો હોબાળો ઊભો કરી દેશે, એ મેં વિચાર્યું પણ નહોતું કે આ મુદ્દાના કારણે મારા પતિ પર ખોટા આરોપ લાગી શકે છે. મારા માટે કોઇ પણ ઘર, પ્લોટ કે સંપત્તિ મારા પતિના સન્માન, ગરિમા અને મનની શાંતિથી વધારે મહત્ત્વપૂર્ણ નથી. આટલા વર્ષો સુધી સત્તામાં રહ્યા બાદ, મેં ક્યારેય પોતાના કે પોતાના પરિવાર માટે કોઇ વ્યક્તિગત લાભ ઇચ્છયો નથી. મેં આ વિવાદને કેન્દ્ર બનેલા 14 MUDA પ્લોટોને પરત કરવાનો નિર્ણય લીધો છે.

પાર્વતીએ પોતાની ચિઠ્ઠીમાં વધુમાં લખ્યું કે, ‘મને આ મામલે પોતાના પતિના મંતવ્ય બાબતે ખબર નથી. ન તો મને તેની ચિંતા છે કે મારા પુત્ર કે પરિવારના અન્ય સભ્ય શું વિચારે છે. મેં આ મામલે કોઇ સાથે ચર્ચા નથી કરી. આ નિર્ણય મેં સમજી-વિચારીને અને પોતાની અંતરાત્માના અવાજ બાદ લીધો છે. તો ભાજપ વધુ હુમલાવર થઇ ગઇ અને તેને કહ્યું કે, સિદ્ધારમૈયા પરિવારનો નિર્ણય અપરાધબોધની સ્વીકારોક્તિ છે.

સિદ્ધારમૈયાએ તાત્કાલિક મુખ્યમંત્રી પદ છોડી દેવું જોઇએ. સત્તાવાર અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્ય લોકાયુક્ત પોલીસની FIRનું સંજ્ઞાન લેતા EDએ આ કાર્યવાહી કરી છે. પ્લોટોની ફાળવણીમાં ગરબડીના મામલે મૈસુરમાં લોકાયુક્ત પોલીસ દ્વારા 27 સપ્ટેમ્બરે નોંધાયેલી FIRમાં સિદ્ધારમૈયા, તેમની પત્ની બી.એમ. પાર્વતી, તેમના સાળા મલ્લિકાર્જૂન સ્વામી અને દેવરાજુ (જેમની પાસે સ્વામીએ જમીન ખરીદીને પાર્વતીને ભેટ આપી હતી) તથા અન્યને નમિત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp