બોર્ડના વિદ્યાર્થીએ પાડોશમાં રહેતી વૃદ્ધાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો

PC: nu.edu

સીકર શહેરના નાયકોના મોહલ્લામાં એક દિવસ પહેલા થયેલી 65 વર્ષીય રમા દેવીની હત્યા મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વૃદ્ધ મહિલાની હત્યા પાડોશમાં રહેતા 10માં ધોરણના વિદ્યાર્થીએ કરી છે. તેની ઉંમર 15 વર્ષ છે. પોલીસે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. આરોપીએ પોલીસને જણાવ્યુ હતુ કે, અમે જ્યારે બહાર રમતા હોઈએ ત્યારે તેના ઘરમાં બોલ કે અન્ય સામાન જાય તો તે પાછો નહોતો આપતી. આ વાતથી નારાજ થઈને તેણે આ પગલું લીધુ હતુ.

પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીએ બુધવારે સાંજે આ વારદાતને અંજામ આપ્યો હતો. આપી વૃદ્ધાના રૂમમાં તે સમયે ગયો હતો જ્યારે તે એકલી હતી. તેણે પહેલા મહિલાની બંને આંખો બંધ કરી દીધી. પછી ચપ્પૂ વડે ઉપરાછાપરી 20-25 વાર કર્યા અને પછી ત્યાંથી ભાગી ગયો હતો. વિદ્યાર્થીએ વૃદ્ધાના માથા, પેટ, બંને હાથ અને બંને પગ પર વાર કર્યો હતો. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયુ હતુ.

પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપી કિશોરને ન્યાય બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને બાલ સંપ્રેક્ષણ ગૃહમાં મોકલી દેવાયો છે. આરોપી વિદ્યાર્થી અઢી વર્ષની ઉંમરથી જ નાયકોના મોહલ્લામાં પોતાના નાનાના ઘરે રહેતો હતો. જ્યારે મૃતક વૃદ્ધા એકલી રહેતી હતી.

પોલીસે જણાવ્યુ હતુ કે, હત્યા કર્યા બાદ આરોપી વિદ્યાર્થી વૃદ્ધાના મકાનની ગેલેરીમાં ગયો અને ત્યાંથી બાઉન્ડ્રી વોલ ચડીને પાડોશના મકાનની છત પર અને ત્યાંથી પોતાના નાનાના ઘરે પહોંચી ગયો. ત્યાં તેણે લોહીના ડાઘાવાળા કપડાં કાઢી પલંગ નીચે સંતાડી દીધા હતા. તે જ્યાં-જ્યાંથી પસાર થયો હતો ત્યાં-ત્યાં મળી આવેલા લોહીના ઢબ્બાના આધારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp