MPના 3 ગામો એવા છે જ્યા વિદ્યાર્થીઓને ચોરી,ડાકુ બનવાની તાલીમ આપવામાં આવે છે
આ હેડીંગ વાંચીને તમે ચોંકી જશો, પરંતુ આ સાચી વાત છે કે મધ્ય પ્રદેશમાં 3 ગામો એવા છે જ્યાં વિદ્યાર્થીઓને ખિસ્સા કાતરવા, ચોરી કરવી, ડાકુ બનવાની તાલીમ આપવામાં આવે છે અને ચોંકાવનારી વાત એ છે વિદ્યાર્થીના માતા-પિતાઓ આવા કૌશલ્યો શિખવા માટે તેમને મોકલે છે અને 3 લાખ રૂપિયા સુધીની ફી પણ ભરે છે.
12થી 13 વર્ષના વિદ્યાર્થીઓને અપરાધના કૌશલ્યો શિખવવામાં આવે છે. એક વર્ષની ટ્રેનિંગ પછી માતા-પિતાને ગેંગ લીડરો પાસેથી વાર્ષિક 3થી 5 લાખ રૂપિયા મળવાના શરૂ થઇ જાય છે. જે રીતે કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ થાય તે રીતે ગેંગ લીડરો વિદ્યાર્થીને 20 લાખથી વધારે રકમ ચૂકવે છે અને પોતાની રકમ વસુલાઇ જાય પછી વિદ્યાર્થીને છોડી મુકવામાં આવે છે. આ ગામોના 2000થી વધારે ટ્રેઇન્ડ લોકોની સામે દેશભરના 8000 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp