સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરને મળ્યા પુનિયા અને સાક્ષી, જુઓ શું કહ્યું

PC: hindustantimes.com

ભારતીય પહેલવાનોને મંગળવારે સ્પોર્ટ્સ મિનિસ્ટરે મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમણે પહેલવાનોને મળવા માટે બોલાવ્યા છે. બુધવારે બજરંગ પુનિયા સ્પોર્ટ્સ મિનિસ્ટરના દિલ્હી સ્થિત ઘરે પહોંચ્યો હતો. થોડા સમય બાદ સાક્ષી મલિક પણ સ્પોર્ટ્સ મિનિસ્ટરના ઘરે પહોંચી હતી. અનુરાગ ઠાકુરે મંગળવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘સરકાર પહેલવાનો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. મેં ફરી એક વખત પહેલવાનોને તેના માટે આમંત્રિત કર્યા છે.’

આ ટ્વીટ બાદ પહેલવાનોએ બેઠકને લઈને પોતાની સહમતી દર્શાવી હતી અને સવાર થતા જ તેઓ સ્પોર્ટ્સ મિનિસ્ટરના આવાસ પર પહોંચી ગયા. ખેલાડી રેસલિંગ ફેડરેશનના નિવર્તમાન અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ લાંબા સમયથી જંતર મંતર પર ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા. સાક્ષી મલિકે આ બાબતે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, સરકાર અમને જે પણ કહેશે, અમે તેના પર પોતાના સમર્થકો અને સીનિયર્સના મંતવ્યો લઈશું, જો તેમને લાગશે કે બધુ બરાબર છે ત્યારે જ અમે માનીશું.

તેણે આગળ કહ્યું કે, એવું થાય કે આપણે સરકારની કોઈ પણ વાત માની લઈએ અને પોતાના ધરણાં સમાપ્ત કરી દઈએ. અત્યાર સુધી મીટિંગના સમયને લઈને કંઈ પણ નક્કી થયું નથી. આ અગાઉ ખેલાડીઓએ 3 જૂનના રોજ ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. 2 કલાક સુધી ચાલેલી આ મુલાકાતમાં અમિત શાહે ખેલાડીઓને નિષ્પક્ષ તપાસનો વાયદો કર્યો હતો. આ બેઠક બાદ જ ખેલાડી પોતાની નોકરી પર પરત ફર્યા હતા. તો ખાપ પંચાયતોએ પણ 9 જૂનના રોજ જંતર મંતરનો કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ પહેલવાનોએ જાન્યુઆરીમાં પહેલી વખત કુશ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. પહેલવાનોએ વૃજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે. ત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીની દખલઅંદાજી બાદ પહેલવાનોના ધરણાં સમાપ્ત થઈ ગયા હતા. ત્યારબાદ 23 એપ્રિલના રોજ પહેલવાનો ફરી જંતર મંતર પર ધરણાં પર બેસી ગયા. સાથે જ 7 મહિલા પહેલવાનોએ વૃજભૂષણ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp