લાલબાગ ચા રાજાની બે તસવીર, શું ગણપતિ બાપ્પાને આવું ગમે?

PC: Khabarchhe.com

મુંબઇના પરેલ વિસ્તારના લાલબાગ ચા રાજાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં 2 તસ્વીર બતાવવામાં આવી છે. એક તસ્વીરમાં બાન્સર મહિલા દર્શન કરી રહેલા સામાન્ય લોકોને ધક્કા મારીને હટાવી રહી છે, જ્યારે બીજી તસ્વીરમાં VIP પરિવારના લોકો શાંતિથી ફોટા પડાવી રહ્યા છે. આ દ્રશ્ય જોઇને દુખની લાગણી થાય છે.

અભિનેતા, નેતા, બિઝનેસ ટાયકુન, સેલિબ્રિટીઝ કે સામાન્ય પ્રજા બધા લાલબાગ ચા રાજાના દરબારમાં પોતાની ઇચ્છા પુરી કરવા માટે આવે છે. બાપ્પાના ચરણોમાં જ્યારે શ્રદ્ધાળુ નતમસ્તક થાય છે ત્યારે સામાન્ય અને ખાસનો ફરક ખતમ થઇ જાય છે. પરંતુ લાલબાગ ચા રાજાના આયોજકો સામાન્ય લોકો સાથે અપમાનજનક વહેવાર કરી રહ્યા છે. દુર દુરથી લોકો બાપ્પાના દર્શન કરવા માટે મુંબઇ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp