પત્નીથી દુખી પ્રિન્સિપલ પતિ, કહ્યું- જે હાથમાં આવે એનાથી મારતી, વીડિયો ઉતાર્યો

PC: khabarchhe.com

રાજસ્થાનના અલવારમાં પત્નીથી માર ખાતો પતિનો વિડિયો સામે આવ્યો છે. પતિ અજિત દ્વારા પત્ની સુમનની બેરહમીની સ્ટોરી કહેવામાં આવી છે એ ખરેખર હેરાન કરનારી છે. પ્રિન્સિપલ સાથએ જે થયું તે પણ તે ડરી ડરીને બતાવી રહ્યો હતો. પતિનું કહેવું છે કે તે આ જ સુધી પત્નીનો માર એટલા માટે ખાઈ રહ્યો હતો કે તેના બાળકો માટે એ સારું રહેશે અને ઘર ન તૂંટે એ ડરતી તે સહન કરતો રહ્યો હતો.

પતિને પોતાને પણ ઘણી વાર એ નહોતી ખબર હોતી કે તેની પત્ની તેને કેમ મારી રહી છે. પ્રિન્સિપલે કહ્યું કે તેના કપડાં પણ ફાડી નાખવામાં આવતા અને સળગાવી દેવામાં આવતા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં તે ખૂબ જ અત્યાચારી નારી બની ગઈ હોવાથી પ્રિન્સિપલે તેના વિરુદ્ધ ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. પતિનું કહેવું છે કે તે તેની પ્રોપર્ટી પોતાને નામ કરાવવા માગતી હતી. હાલમાં તેઓ જે ઘરમાં રહેતા હતા એ ઘર પતિના નામ પર છે.

પોતાના દુખને વ્યક્ત કરતાં પ્રિન્સિપલે કહ્યુ હતુ કે ‘હું સરકારી સ્કૂલમાં છું. અમે લવ મેરેજ કરી હતી. નવ વર્ષ પહેલાં કોઈ પણ પ્રકારના દહેજ વગર અમે લગ્ન કર્યા હતા. શરૂઆતમાં તો બધુ બરાબર ચાલ્યુ હતુ, પરંતુ પછી તે વાત-વાતમાં લડાઈ કરવા લાગી હતી. કોઈ પણ કારણ વગર તે લડી રહી હતી. હાથમાં જે આવતું એનાથી મારતી હતી. બેટ હોય કે પછી પાઇપ હાથમાં જે આવ્યું એનાથી મારતી. ખબર નહીં, પરંતુ એનો સ્વભાવ જ એવો થઈ ગયો હતો. તે ઇચ્છે છે કે ફ્લેટ તેના નામે થઈ જાય. એક કારણ આ પણ હોઈ શકે છે, પરંતુ ઘણીવાર તો કારણ પણ ખબર નથી હોતી કે તે કેમ મારી રહી છે. હું મારા દીકરાને કારણે ચૂપ હતો. ઘર તૂટે નહીં એ માટે હું બધુ સહન કરી રહ્યો હતો. છેલ્લા થોડા વર્ષથી તેનો અત્યાર વધી રહ્યો હતો. ઘરનો દરેક સામાન તેણે તોડી નાખ્યો હતો. તેણે મારા કપડા પણ કાતરથી કાપીને સળગાવી દીધા હતા. ખબર નહીં તે આવું કેમ કરે છે?’

મંગળવાર આ ઘટના સામે આવ્યા બાદ પીડિત પતિએ સમગ્ર વાત જાહેર કરી હતી. તેણે કહ્યુ હતુ કે પત્ની ઘણી વાર લોખંડના પાના તો ઘણી વાર તવાથી પણ મારતી હતી. પીડિતે એ તમામ સાધનો પણ દેખાડ્યા હતા જેનાથી પત્ની તેને મારતી હતી. આ સાધનોથી ઘણી વાર સુમને તેના પતિ અજિતને માર્યો હતો.

અજિચ યાદવ સ્કૂલમાં પ્રિન્સિપલ અને ટીચર છે. અજિતનું કહેવું છે કે તેની પત્ની તેનો ફ્લેટ પોતાને નામ કરાવવા માગતી હતી, જેમાં તેઓ બન્ને રહે છે. આ સાથે જ તેણે અન્ય પ્રોપર્ટી પણ પોતાને નામે કરાવવા માટે જીદ પકડી હતી. આ વિશે પત્નીએ હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યુ.

અજિત યાદવના વકિલ ગોવિંદ સોનીનું કહેવું છે કે તેની પત્ની એટલું બધુ મારતી હતી કે તે માનસિક રૂપે બીમાર થઈ ગયો હતો. અમે CCTV પોલિસને દેખાડ્યું તો તેમણે કોઈ સપોર્ટ નહીં કર્યો. ત્યાર બાદ રાજસ્થાન હાઇકોર્ટમાં ગયા બાદ અમને પોલિસ પ્રોટેક્શન આપવામાં આવ્યું.

એક મહિનાથી અજિત તેના ઘરમાં નથી ગયો. તેને પત્નીના મારનો ડર સતાવી રહ્યો છે. અજિતને એવું લાગી રહ્યું હતું કે મારપિટ એટલી બધી વધી ગઈ છે કે તે તેનું ખૂન પણ કરી શકે છે. ત્યાર બાદ તેણે ઘરે જવાનું ઓછું કરી દીધું હતુ. તે ક્યારેક હોસ્ટેલ તો ક્યારેક PGમાં રહેતો હતો. તેણે હમણાં જે ઘરમાં રહે છે એ ફ્લેટ તેની પત્નીની જિદ પર જ ખરીદ્યો હતો. વકિલનું કહેવું છે કે સુમનનો એક ભાઈ અમેરિકામાં રહે છે અને તેઓ બન્ને મળીને તેને પરેશાન કરી રહ્યા છે.

તેમણે નવ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને આઠ વર્ષનો દીકરો છે. પત્ની ઘણી વાર પતિને મારે છે અને એ બધુ તેનો દીકરો જોતો આવ્યો છે. કેટલાક ફૂટેજમાં તો તેનો દીકરો પણ ડરેલો જોવા મળી રહ્યો છે. દીકરાની મમ્મી તેના પતિને ઘરમાં દોડી-દોડીને મારતી જોવા મળી છે. આ વિડિયો પણ ઘણાં વાઇરલ થઈ રહ્યાં છે. આ વિશે પત્નીનું આ ઘટના બાદ કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યુ. મહિલના થાનાઅધિકારીનું કહેવું છે કે તેમને મહિલા તરફથી કોઈ ફરિયાદ નથી મળી. તેમ જ એ મહિલા હજી સુધી તેમની પાસે નથી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp