રામલીલા દરમિયાન દશરથથી ભૂમિકા ભજવતા રાજેન્દ્રએ મંચ પર જ ત્યજી દીધો પ્રાણ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના બીજનોર જિલ્લાના હસનપુર ગામમાં રામલીલાનું મંચન થઈ રહ્યું હતું. રામલીલામાં દશરથની ભૂમિકા રાજેન્દ્ર સિંહ નિભાવી રહ્યા હતા. રામના વનવાસ ગામનનું દૃશ્ય હતું. આ જ દૃશ્યમાં રાજા દશરથ ભગવાન રામ વનવાસમાં ગયા બાદ વ્યાકુળ થાય છે. તેમના વિયોગમાં દશરથે પ્રાણ ત્યજી દીધા. દશરથની ભૂમિકા ભજવી રહેલા રાજેન્દ્ર સિંહે વાસ્તવમાં સ્ટેજ પર જ પ્રાણ ત્યજી દીધા હતા. થયું જાણે એમ કે રામ વિયોગમાં દશરથના પ્રાણ ત્યજી દીધા બાદ પરદો પડી ગયો પરંતુ દશરથની ભૂમિકા ભજવી રહેલા રાજેન્દ્ર સિંહ ન ઉઠ્યા.

સહયોગી એક્ટર પરદો પડ્યા બાદ પણ ન ઉઠવા પર રાજેન્દ્ર સિંહ પાસે પહોંચ્યા. સહયોગી કલાકાર રાજેન્દ્ર સિંહ પાસે પહોંચવા પર આ વાતનો અનુભવ થયો કે દશરથની ભૂમિકા ભજવી રહેલા રાજેન્દ્ર સિંહે રામના વનવાસમાં ગયા બાદ તેમના વિયોગમાં મંચ પર વાસ્તવમાં પોતાના પ્રાણ ત્યજી દીધા. કહેવામાં આવે છે કે આ ઘટના બીજનોર જિલ્લાના હસનપુર ગામની છે જ્યાં 2 ઓક્ટોબરના રોજ રામલીલાનું મંચન પહોંચ્યું હતું. 14 ઓક્ટોબરના રોજ ભગવાન શ્રીરામના વનવાસ ગમનના દૃશ્યનું મંચન થઈ રહ્યું હતું.

આ દરમિયાન દશરથની ભૂમિકા ભજવી રહેલા રાજેન્દ્ર સિંહે એક્ટિંગ કરતા કરતા ભગવાન રામના વિયોગમાં વાસ્તવમાં મંચ પર જ પ્રાણ ત્યજી દીધા અને નિર્જીવ પડ્યા રહ્યા. દૃશ્યની સમાપ્તિ પર પરદો પડી ગયો. રાજેન્દ્ર સિંહે મંચ પરથી ઊઠીને જતું રહેવું જોઈતું હતું પરંતુ એમ ન થયું. સાથી કલાકારો રાજેન્દ્ર સિંહને ઉઠાડવા પહોંચ્યા તો ખબર પડી કે રાજેન્દ્ર સિંહે હકીકતમાં પોતાના પ્રાણ ત્યજી દીધા છે. આ ઘટના બાદ રામલીલામાં શોકનો માહોલ છવાઈ ગયો.

રામલીલા જોવા પહોંચેલા દર્શકોની આંખોમાં પણ આંસુ આવી ગયા. રાજેન્દ્ર સિંહ છેલ્લા 20 વર્ષથી આ રામલીલામાં રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા અને તેમની એક્ટિંગ એટલી સજીવ હતી કે લોકો ભાવ વિભોર થઈ જતા હતા. રામલીલા સમિતિના અધ્યક્ષ ગજરાજ ચૌહાણે જણાવ્યું કે રાજા દશરથના પુત્ર વિયોગની લીલા મંચ પર ચાલી રહી હતી. દશરથના રૂપમાં રાજેન્દ્ર સિંહ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક તેઓ મંચ પર ઢળી પડ્યા. થોડા સમય માટે બધાએ વિચાર્યું કે તેમના અભિનયનો હિસ્સો છે પરંતુ ઘણા સમય સુધી કોઈ હરકત ન થતી જોઈને સમિતિના પદાધિકારીઓએ તેમને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહ્યો. કમિટીના લોકોએ તત્કાલિક પ્રાઇવેટ ડૉક્ટરને બોલાવીને તેમને દેખાડ્યા પરંતુ ડૉક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા. ત્યારબાદ રામલીલા મંચન બંધ કરી દેવામાં આવ્યું. શુક્રવારે સેકડો લોકોએ રાજેન્દ્ર સિંહના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp