દશેરાના દિવસે જો આ પક્ષી દેખાય તો ચમકી જશે તમારી કિસ્મત

PC: moneycontrol.com

અસત્ય પર સત્યની જીતના પર્વ દશેરાની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે કોઈપણ કાર્યની શરૂઆત કરવી તેને શુભ માનવામાં આવે છે. એવામાં કેટલીક એવી વસ્તુઓ છે, જે સંકેત આપે છે કે, તમારું ભાગ્ય ચમકવાનું છે. આવુ જ એક પક્ષી છે, એ જો તમને દેખાય જાય તો સમજી લો કે તમારો સમય બદલાવાનો છે.

આસો માસના સુદ પક્ષની દશમી તિથિને દશેરાનું પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે, અને સાંજના સમયે રાવણનું દહન કરવામાં આવશે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને લંકા પર વિજય મેળવ્યો હતો. આજના દિવસે કરવામાં આવેલા કાર્યોનું ફળ શુભ હોય છે. એવામાં તમારા જીનવમાં કંઈક સારું થવાનું છે, તેના સંકેત પણ તમને પહેલાથી જ મળવા માંડે છે. આજના દિવસે જો તમને એક વિશેષ પક્ષી ઉપરાંત કેટલીક એવી વસ્તુઓ દેખાય, જે સામાન્યરીતે નથી દેખાતી, તો સમજી લો તમારો શુભ સમય શરૂ થવાનો છે.

નીલકંઠ પક્ષી

નીલકંઠ પક્ષી સામાન્યરીતે નથી દેખાતું. જોકે, ક્યારેક-ક્યારેક તે દેખાઈ પણ જાય, તો તેનું દેખાવુ શુભ માનવામાં આવે છે. તેમજ જો દશેરાના દિવસે આ પક્ષી દેખાય, તો સમજી લો કે તમારા માટે તે અત્યંત શુભ સંકેત છે. તમારા સારા દિવસો શરૂ થવાના છે. ભગવાન રામે આ પક્ષીને જોયા બાદ જ રાવણને પરાજિત કર્યો હતો. નીલકંઠ પક્ષીને ભગવાન શિવનું જ રૂપ માનવામાં આવે છે.

પાણીમાં તરતી માછલીઓ

વિજયા દશમીના દિવસે પાણીમાં તરતી માછલીના દર્શને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ નદી કે તળાવની નજીકથી પસાર થતી વખતે તમને પાણીમાં તરતી માછલીઓ દેખાય તો સમજી લો તમારું ભાગ્ય ચમકવાનું છે. તે તમારા જીનવમાંથી તમામ સંકટો દૂર થવાનો સંકેત છે.

ખિસકોલી

આ દિવસે ખિસકોલીનું દેખાવુ પણ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, ખિસકોલીને ભગવાન શ્રીરામના આશીર્વાદ પ્રાપ્ત છે. આથી, જો ખિસકોલી તમને દેખાય જાય, તો તે પણ તમારા જીવનમાં ખુશહાલીનો સંકેત છે.

પાન જરૂર ખાવુ જોઈએ

દશેરાના દિવસે પાન ખાવાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે શ્રીરામ ભક્ત હનુમાનને પાન ચડાવવાથી મનની ઈચ્છાઓ પૂરી થાય છે. પાનને વિજયનું સૂચક માનવામાં આવ્યું છે. પાનનું બીડું શબ્દનું એક મહત્ત્વ એ પણ છે કે આ દિવસે આપણે સન્માર્ગ પર ચાલવાનો સંકલ્પ લઈએ છીએ.

મંદિરે જવુ

વિજયા દશમીને યાત્રા તિથિ પણ કહેવામાં આવે છે. પોતાના ગામ અથવા શહેરથી ક્યાંક દૂર યાત્રા કરીને ભગવાનના મંદિરમાં દેવ દર્શન કરવાને પણ શુભ માનવામાં આવે છે. તમે ભગવાન રામ અથવા ભગવાન શિવના કોઈપણ મંદિરમાં જઈને તેમના દર્શન કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp