'બેટી બચાઓ'ના સંદેશ સાથે 11 વર્ષની બાળાએ કર્યા ગરબા

હાલમાં જ માતાજીના પર્વ નવરાત્રિનું સમાપન થયું છે. નવરાત્રિ દરમિયાન દરવર્ષે નવી નવી થીમ પર ગરબાનું આયોજન થતું હોય છે અને આ થીમ બેઝ્ડ ગરબા લોકોમાં આર્કષણનું કેન્દ્ર બને છે તેથી જો ગરબામાં કોઈ થીમ દ્વારા સમાજમાં જાગરૂકતા આવે એવો કોઈ સંદેશ આપવામાં આવે તો ઘણાબધા લોકો સુધી આ માધ્યમથી પણ સંદેશો પહોંચાડી શકાય છે. આવી જ એક થીમ પર અમદાવાદની 11 વર્ષની બાળકીએ ગરબા કર્યા હતા અને લોકોમાં જાગરૂકતા ફેલાવવાનો એક સુંદર પ્રયાસ કર્યો છે.

હાલના સમયમાં ગુજરાત અને દેશમાં મહિલાઓ અને બાળકીઓ પર અવારનવાર દુષ્કર્મના સમાચારો આવતા હોય છે ત્યારે મહિલાઓની સુરક્ષા અને સલામતિ જોખમાઈ છે ત્યારે આવા વાતાવરણ વચ્ચે અમદાવાદના નિકોલ વિસ્તારમાં વસાણી ગ્રીન પાર્ટી પ્લોટ યોજાયેલા એક ગરબાના કાર્યક્રમમાં 11 વર્ષની અનોખી સુતરિયા નામની માસૂમ બાળાએ દંભી સમાજની આંખો ઉઘાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે. અનોખી સુતરિયાએ બેટી બચાઓ, બેટી પઢાઓના પ્લેકાર્ડ સાથે ગરબા કરીને જાગરૂકતા ફેલાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp