દિવ્યાંગ કન્યાઓએ બનાવી 30,000 રાખડીઓ...

PC: khabarchhe.com

દિવ્યાંગ કન્યાઓએ 30,000 રાખડીઓ બનાવીને હવે રૂ. 10 એક નંગ સાવ વાજબી ભાવે વેચવા માટે પોતાના જ સ્ટોરમાં મૂકી છે. જોકે શાળાના બાળકો આ અંધ કન્યાઓને એડવાન્સમાં ઓર્ડર આપી ચૂક્યા છે. તેથી હવે બહું ઓછી રાખડીઓ બચી છે. બજારમાં જે રાખડી 25₹ માં મળે છે તે અહીં 5₹માં મળે છે.

અંધકન્યા પ્રકાશગૃહની પ્રજ્ઞાચક્ષુના સંસ્થાના સંયોજક સ્મિતાબહેન શાહ કહે છે કે મારી દીકરીઓ 15 વર્ષથી બનાવે છે. આ વર્ષે કાચબાના પેન્ડલવાળી સ્પેશિયલ રાખડીઓ બનાવી છે. અમદાવાદમાં માનવમંદિર પાસે (મેમનગર) આવેલા અંધકન્યા પ્રકાશગૃહની પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા બનાવાતી રાખડીઓ ઘણી સ્કુલો સામેથી ખરીદી લે છે.

આ વર્ષે શહેરની કેટલીક શાળાઓ તેમને આગોતરા ઓર્ડર આપી દીધા છે. દર વર્ષે ફેબ્રુઆરીથી રાખડીઓ બનાવવાનું કામ શરૂ થઈ જાય છે. બહેનો દ્વારા બનાવાતી આ રાખડીઓ સુંદર અને આકર્ષક તો હોય જ છે, સાથે સાથે તેની કીમત કિફાયતી રખાય છે. અહીં પાંચ રૂપિયાથી શરૂ કરીને 20 રૂપિયા સુધીની રાખડીઓ મળે છે. સંસ્થાના દરવાજે સ્ટોર છે ત્યાં પણ આ રાખડીઓ વેચાણ માટે મૂકાય છે. તમામ આવક સંસ્થાની લાભાર્થી દીકરીઓ માટે જ વપરાય છે. આ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ ઉતરાણ વખતે ચીકી, દીવાળીમાં મનોહર દીવા બનાવે છે. તેમની બનાવેલી વસ્તુઓની ભારે માગ પણ રહે છે.

અંધકન્યા પ્રકાશગૃહ નામની આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ યુવતીઓની સાથે સાથે માનસિક વિકલાંગ અને વિકલાંગ (દિવ્યાંગ) કન્યાઓને પ્રવેશ અપાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp