આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતના આ ગામના લોકો વીજળી વિના જીવવા મજબૂર

PC: youtube.com

લોકોની પાયાની જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન, પરંતુ હવે વધુ એક જરૂરિત વીજળીને તેમાં એડ કરી દઈએ તો કંઇ ખોટું નથી. વીજળી લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ બની ચૂકી છે. થોડા સમય માટે પણ વિજળી જાય તો લોકો હેરાન પરેશાન થઇ જાય છે. રાત્રે તો વીજળી વિના અંધારપટ છવાઇ જાય છે, પરંતુ ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં 75 વર્ષ બાદ પણ વીજળી પહોંચી શકી નથી નથી. અહી રાત્રે લોકો દીવાના અજવાળે કામ કરે છે અથવા તો એમ કહેવું કંઇ ખોટું નથી કે તેમને દીવાના સહારે કામ ચલાવવું પડે છે.

વીજળી વિનાનું આ ગામ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલું છે, જેનું નામ ડામરકા ગામ છે. આ ગામમાં 500 લોકોની વસ્તી છે.  આઝાદીના 75 વર્ષો વીત્યા છતા રાધનપુર નગરપાલિકાની હદમાં આવતા ડામરકા ગામમાં અત્યાર સુધી લાઈટ પહોંચી શકી નથી. ગુજરાત સરકારની વિકાસને લઇને મસમોટા દાવા કરે છે, પરંતુ વિકાસનો દાવો ડામરકા ગામમાં જઇને ખોટો સાબિત થાય છે. આ ગામમાં 500 લોકોની વસ્તી છે અને 290 કરતા વધુનું મતદાન હોવા છતા આ ગામમાં રહેતા લોકોને અત્યાર સુધી વિજળી મળી નથી.

આ ગામનું નસીબ એટલુ ખરાબ કે, તે શહેરી વિસ્તારમાં આવતું હોવા છતા અહી લોકોને લાઈટ મળી નથી. તેમાં પણ ઉનાળો તેમના માટે આકરો થઇ પડે છે અને વરસાદમાં ઝેરી જીવજંતુ આવી જવાનું જાખમ, છતા તંત્ર તો આંખ આડા કાન કરી લે છે. આ ગામના લોકોએ અનેક વખત આ વાતને લઇને પાલિકાને રજૂઆત કરી છે, છતા પાલિકાની ઊંધ ઉડતી નથી. ગુજરાત મોડલની ચર્ચા આખા દેશમાં થાય છે, ગુજરાત સરકાર છેવાડા માનવી સુધીના વિકાસની વાતો કરે છે તો પછી આ ગામમાં વીજળી કેમ પહોંચાડવામાં આવી નથી.

આ ગામના લોકો કડિયાકામ કે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. કામ કર્યા બાદ થાકીને આવ્યા બાદ પણ આ ગામના લોકોને પંખાની હવા નસીબ નથી. કહેવાય છે કે, આ મામલે રાધનપુર તાલુકામાં ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2021માં ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો હતોય. 4 ડિસેમ્બર 2023ના રોજ પણ UGVCLમાં નાયબ કાર્યપાલક ઇજનેરને ચિઠ્ઠી લખીને ડામરકા ગામમાં વીજ કનેક્શન બાબતે જાણ કરાઈ હતી. ખેર હવે સવાલ એ ઉઠે છે કે આખરે તંત્રને આ ગામને વીજળી આપવામાં રસ કેમ નથી? કે પછી તંત્ર ગામને અંધારામાં જ રાખવા માગે છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp