ભાજપ વિધાનસભા સત્ર ઘટાડે છે, કોંગ્રેસે કહ્યું-અમારા સમયમાં આટલા દિવસ સત્ર ચાલતા

PC: newindianexpress.com

ગુજરાતની 14મી વિધાનસભાનું અંતિમ ચોમાસું સત્ર માત્ર બે જ દિવસ યોજાવાનું છે, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ સત્ર તોફાની બની શકે છે.કોંગ્રેસે સત્ર 10 દિવસ ચલાવવા માટે માંગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે ધારાસભ્યો સગળતા સવાલો ન પુછી શકે તેના માટે સત્ર ઘટાડી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે પોતાના અને ભાજપના સમયમાં ચાલતા વિધાનસભા સત્રની સરખામણીની માહિતી આપી છે.

ગુજરાતમાં આંદોલનો થમવાનું નામ નથી લેતા અને વિરોધ પક્ષ વિધાનસભા સત્રમાં સળગતા સવાલોની રજૂઆત માટે રાહ જોઇને બેઠું હતું, પરંતુ ભાજપે સત્ર માત્ર બે દિવસ કરવાની જાહેરાત કરીને વિપક્ષની મનસા પર પાણી ફેરવી દીધું છે.વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર તથા દંડક સી. જે. ચાવડાએ વિધાનસત્રા સત્ર 10 દિવસ રાખવાની માંગ કરી છે.

કોંગ્રસ નેતાઓએ કહ્યું હતું કે,ભારતના બંધારણની કલમ-174ની જોગવાઈ મુજબ વિધાનસભાનું સત્ર 6 મહિનાની અંદર મળવું જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. છેલ્લે ગુજરાત વિધાનસભાનું સત્ર 1 એપ્રિલ 2022ના દિવસે મળ્યું હતું.એટલે 1 ઓક્ટોબર 2022 પહેલાં વિધાનસભાનું સત્ર બોલાવવું પડે તેવી બંધારણીય જોગવાઈ છે. રાજ્ય સરકારને બંધારણીય જોગવાઈની ખબર હોવા છતાં ધારાસભ્યો પ્રશ્નો પુછી ન શકે અને સળગતા લોકપ્રશ્નોની ચર્ચાઓ વિધાનસભા ગૃહમાં ન થાય તે માટે ભાજપ સરકારે ટુંકી મુદ્દતથી સત્ર બોલાવ્યું છે.  વિધાનસભામાં પ્રશ્નો પુછવાનો સમય કામકાજના વધુમાં વધુ 28 દિવસ અને ઓછામાં ઓછા 21 દિવસનો છે.ભાજપ સરકારે વિધાનસભામાં પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે.

રાજ્ય વિધાનસભાઓમાં વર્ષમાં ઓછામાં ઓછા 60 દિવસ ગૃહની બેઠકો સુનિશ્ચિત કરવા માટેના પગલાં લેવા પર ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાની બેઠકો વર્ષમાં ઓછામાં ઓછી 60 દિવસ મળવી જોઈએ તેવો ઉલ્લેખ લોકસભાના તત્કાલીન અધ્યક્ષ સુમિત્રા મહાજને તેમના  પ્રવચનમાં કર્યો હતો. પરંતુ ગુજરાત વિધાનસભાનું સત્ર છેલ્લા 20 વર્ષથી ભાજપના શાસનમાં વર્ષમાં માત્ર અડધા દિવસો એટલે કે 30 દિવસ માંડ મળે છે.

કોંગ્રેસે કહ્યું કે,વર્ષ 2002 થી 2021 સુધી ભાજપના શાસનમાં વિધાનસભાની કુલ 608 બેઠકો મળી હતી. એટલે કે દર વર્ષે સરેરાશ 30.4 બેઠકો મળી છે.. ભાજપ સરકાર વિધાનસભા કેટલા દિવસો બેઠક મળી તે દિવસોની ગણતરી કરવાના બદલે આંકડો મોટો બતાવવા માટે એક દિવસમાં બે બેઠકો મળે તો તેને બે દિવસોની ગણતરી કરીને બેઠકો બતાવવામાં આવે છે.વર્ષ 1980 થી 1990 આ 10  વર્ષના કોંગ્રેસના શાસનમાં 504 દિવસ વિધાનસભાની બેઠકો મળી હતી, એટલે કે વર્ષમાં સરેરાશ 50.4 દિવસ સત્ર મળ્યા હતા. વર્ષ 1972, 1973, 1982, 1987, 1989,1988માં અનુક્રમે 76 , 57 , 70, 55, 54, 52 અને 51 દિવસ વિધાનસભાનું સત્ર મળતું હતું. ધારાસભ્યો પોતાના વિસ્તારની સમસ્યાઓ, પ્રશ્નો વિષે રજુઆત કરીને સરકારનું ધ્યાન દોરી શકતા અને સરકારની નીતિઓ અને યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચાઓ થતી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp