ગુજરાતના આ શહેરની ફરતે વિશાળ કમ્પાઉન્ડ વોલ ઉભી કરવાનો નિર્ણય

PC: twitter.com

ગુજરાતનો જ્યાંથી વહીવટ થાય છે તેવા પાટનગરના સેક્ટર-1 થી સેક્ટર-30માં પ્રત્યેક સેક્ટરની ફરતે વિશાળ કમ્પાઉન્ડ વોલ ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજના માટે 9 કરોડથી વધુની રકમ ખર્ચાશે. ગાંધીનગર મહાનગરપાલિકા એક એવું ટેન્ડર મંજૂર કરવા જઇ રહી છે કે શહેરના સેક્ટરો કિલ્લેબંધીમાં જકડાઇ જશે. પ્રત્યેક સેક્ટરના ઘેરાવા પ્રમાણે ચારે તરફ કમ્પાઉન્ડ વોલ બનાવવાનો આ પ્લાન છે.

આમ કરવાનું કારણ સેક્ટરોની ચારેતરફના માર્ગો ખુલ્લા હોવાથી અકસ્માતોનો ભય રહે છે તેથી કોર્પોરેશને સેક્ટરોની હદને બાંધી દેવાનો નિર્ણય કર્યો છે. જો કે મહત્વના માર્ગો વચ્ચે ગેઇટની સુવિધા ઉભી કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરમાં ગુરૂવારે ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ સેક્ટરોની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું મુખ્ય કામ છે. આ માટે કોર્પોરેશને 10.95 કરોડનું ટેન્ડર તૈયાર કર્યું હતું જેમાં 17.14 ટકા નીચો ભાવ આવતાં આ કામ 9.70 કરોડના ખર્ચે દેવર્ષ કન્સ્ટ્રક્શનને આપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે જેને મંજૂરી આપવામાં આવી શકે છે.

ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થયા પહેલાં કેટલાક સેક્ટરોમાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી પરંતુ વાહનોની અવર-જવરના માર્ગો ખોલવા માટે નાગરિકોએ ધીમે ધીમે તેને તોડી નાંખી છે. હવે તો નવી યોજના પ્રમાણે જૂની કમ્પાઉન્ડ વોલ ઉતારી દેવાશે અને નવી કમ્પાઉન્ડ વોલ આ કોન્ટ્રાક્ટર બાંધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp