કોવિડ હોસ્પિટલના બેડને લઈ સરકારે કરી મહત્ત્વની જાહેરાત, મળશે યોગ્ય સારવાર

PC: divyabhaskar.co.in

રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ દિવસે દિવસે ગંભીર બની રહી છે. દરરોજ 2000થી વધારે કેસ આવતા સરકારની ચિંતામાં વધારો થયો છે. મહાનગર અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત મોટાભાગની ખાનગી હોસ્પિટલ ધીમે ધીમે હાઉસફૂલ થઈ રહી છે. આવા મહામારીના માહોલ વચ્ચે સરકારે ખાનગી કોવિડ હોસ્પિટલની 50 ટકા પથારી પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. આ વાતની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે.

ગત વર્ષે રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતા નાગરિકો કોઈ સારવારથી વંચિત ન રહે એ માટે ખાનગી હોસ્પિટલની 50 ટકા પથારીઓ રાજ્ય સરકારે પોતાના હસ્તક લીધી હતી. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટ્યું ત્યારે 80 ટકાથી વધારે પથારીઓ ખાલી પડી હતી. મહામારીના કાળમાં નાગરિકોને યોગ્ય રીતે સારવાર મળી રહે એ હતુંથી રાજ્ય સરકારે જરૂરિયાત અનુસાર ખાનગી હોસ્પિટલમાં 50 ટકા પથારીઓ પોતાના હસ્તક કરી છે. દૈનિક કેસની સંખ્યા નવા રેકોર્ડ બનાવી રહી છે ત્યારે સોમવારે એક જ દિવસમાં આ આંકડો 3000 સુધી પહોંચી ગયો હતો. વધી રહેલા કેસની સાથે મરણાંક પણ વધી રહ્યો છે.

છેલ્લા 44 દિવસથી નવા દર્દીઓની સંખ્યા વધારે અને સ્વસ્થ થઈને જનારા દર્દીઓની સંખ્યા ઓછી નોંધાઈ રહી છે. તા.20 ફેબ્રુઆરીના રોજ નવા દર્દીઓ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે હતી. અત્યાર સુધીમાં 3 લાખથી વધારે દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. સુરત મહાનગર પાલિકાના કમિશનરે વધી રહેલા કેસને ધ્યાને લઈને કેટલીક ઈમારત અને હોટેલ્સમાં રૂમ્સ કોવિડ કેર માટે આપવા માટે આદેશ કર્યા હતા. બીજી તરફ સરકારે કરેલી જાહેરાત બાદ મહાનગર પાલિકા કમિશનર તથા ક્લેક્ટર ખાનગી હોસ્પિટલ સાથે જોડાણ કરીને યોગ્ય નિર્ણય લેશે. જેથી સરકારી હોસ્પિટલનું ભારણ થોડું ઘટાડી શકાય.

દર્દીઓનું પ્રમાણ વધારે હોય અને સરકારી હોસ્પિટલ ભરેલી હોય એવા કિસ્સામાં જે તે જિલ્લાની ખાનગી હોસ્પિટલ સાથે સંબંધીત ક્લેક્ટર અથવા કમિશનર જાતે જ નિર્ણય લઈને સારવાર લક્ષી આદેશ આપશે. પોતાની સત્તાનો બંને વ્યક્તિઓ ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલમાં જે તે સંખ્યામાં પથારીઓ ખાલી રખાવી શકશે. અધિકારી પોતે ટેન્ડર બહાર પાડીને જે તે સારવાર લક્ષી સાધન પણ ખરીદી શકશે. સરકારી જાહેરાત બાદ આરોગ્ય વિભાગે પણ પોતાની ટીમ તૈયાર કરવા માટે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp