પાટણ જડબેસલાક બંધ: જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

PC: youtube.com

પાટણમાં દલિત સમાજના ભાનુભાઈ વણકર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા દલિતોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જમીન આપવામાં થઈ રહેલા ગલ્લા-તલ્લા અને ધક્કાના કારણે ભાનુભાઈએ અગ્નિસ્નાન કરતા તેના ભારે પ્રત્યાઘાત પડ્યા હતા. આજે પાટણે જડબેસલાક બંધ પાળ્યો હતો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને દલિત સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું.

અમદાવાદ અને પાટણમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બંધ રાખવામાં આવ્યું હતું. લોકોએ સ્વંયભૂ રીતે બંધ પાળ્યો હતો. અમદાવાદ અને પાટણમાં કેટલીક જગ્યાએ ટાયર બાળવાની ઘટના પણ બની હતી.

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ગુજરાત સરકાર દલિતોને સલામતી પુરી પાડી શકતી નથી. દલિતોની રક્ષા કરી શકાઈ નથી. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી સાવ નિષ્ફળ ગયા છે. પોતાની જાતને સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાવાત વિજય રૂપાણીની સંવેદનશીલતા મરી પરવારી છે. મુખ્યમંત્રીએ ડૂબી મરવું જોઈએ.

આત્મવિલોપન અંગે સરકારની બેદરકારી મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર યશ મકવાણા, ફેનીલ મેવાડા અને પ્રકાશ મકવાણા સાથે લગભગ 25 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા.

ઘટના અંગે સરકારે તપાસના આદેશ આપ્યા છે. પાટણ કલેક્ટર અને રેન્જ IG પિયુષ પટેલે બેઠક યોજી છે. આત્મવિલોપનો પ્રયાસ કરનાર યુવકના પરિવારે સરકાર સમક્ષ 5 માંગણીઓ મૂકી છે. આ પાંચ માંગણીઓમાં જમીન તાત્કાલિક આપવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ મુખ્ય છે. જો આ પાંચ માંગણીઓ નહી સંતોષાય તો આગામી સમયમાં મામલો વધારે ઉગ્ર બને તેવા એંધાણ મળી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp