પુત્રવધૂને હેરાન કરનાર ગુજરાતના મંત્રી દિલીપ ઠાકોરનો દિયોદરમાં વિરોધ કરાશે

PC: wikimedia.org

વિરજી ઠાકોરને દિલીપ ઠાકોર એક જ દીકરો હોવા છતાં દિલીપ ઠાકોરના માતા છેલ્લા 20 વર્ષથી એમના ઘરની બહાર બીજા ગામમાં આંસુ વરસાવી રહ્યા છે અને ઓસીયાળુ જીવન જીવી રહ્યા છે. શ્રમ અને રોજગાર, યાત્રાધામ વિકાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના પ્રધાન દિલીપ ઠાકોરને એક જ દીકરો મિતેષ ઠાકોર છે.

(1) મિતેષ દિલીપ ઠાકોર પાલનપુરમાં ઠાકોર સમાજની દીકરી સાથે લગ્ન કરે અને ઘરમાં દીકરીનો જન્મ થતા થોડા વર્ષો પછી પાલનપુરની દીકરીને છૂટાછેડા આપે.

(2) મિતેષ ઠાકોર થોડા વર્ષો પછી કોતરવાડા બીજા લગ્ન કરે અને 2 વર્ષ પછી ઘરમાં દીકરીનો જન્મ થતા દિલીપ ઠાકોરનો આખો પરિવાર માતા અને દીકરીને હેરાન કરી માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકે.

(3) મિતેષ ઠાકોર બીજા લગ્નના છૂટા છેડા આપ્યા વગર ફરી થોડા વર્ષો પછી અમદાવાદના એક પરિવારની દીકરીને ઘરમાં લાવે અને એના કુખે પણ દીકરીનો જન્મ થતા એને પણ દિલીપ ઠાકોરના આખા પરિવાર દ્વારા માનસિક ત્રાસ આપી હેરાન કરવાનું ચાલુ કર્યું છે.

આ રીતે દિલીપ ઠાકોર, દીકરા મિતેષ ઠાકોર, દીકરી સોનલ ઠાકોર અને પત્ની જમના ઠાકોર સાથે મળી સમાજની ગરીબ દીકરીઓની જિંદગી સાથે રમત રમી ઠાકોર સમાજની 3 દીકરીઓ અને એમની 3 બાળકીઓ કુલ મળી 6 દીકરીઓની જિંદગી બરબાદ કરી આજે ઓસિયાળું જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવી છે.

ગુજરાતના ઠાકોર સમાજના તમામ લોકોને વિનંતી કરવા માગું છું કે દિલીપ ઠાકોરના પરિવારે સાથે મળી કુલ 7 બહેન દીકરીઓ અને માતાની જિંદગી બરબાદ કરી છે અને હજુ સમાજની ગરીબ દીકરીઓની જિંદગી બરબાદ કરવાનું કામ આ લોકોનું ચાલુ છે. આમને ખુલ્લા પાડવાનો સમય આવી ગયો છે. આજે અમે અવાજ નહીં ઉઠાવીએ તો આવનારા સમયમાં સમાજમાં સુખી સંપ્પન ઘરોમાં આવી અનેક ઘટનાઓ બનશે અને સમાજની ગરીબ દીકરીઓની સાથે આવી રમતો રમવાની ચાલુ થઈ જશે. આપ સૌ થોડોક વિચાર કરો કે જ્યારે આપણી બહેન દીકરી સાથે આવી ઘટના બને ત્યારે આપડા પરિવારમાં કેવી પરિસ્થિતિ ઉભી થાય છે. આવી વાત સમાજની 6 દીકરીઓ અને એક માતા સાથે બની છે એમાં મારો પરિવાર પણ આવી ગયો.

અમારા પરિવાર દ્વારા સમાધાન માટે દિયોદર, ભાભર, રાધનપુર, કાંકરેજ, સમી, હારીજ, પાટણ વિસ્તારના ઠાકોર સમાજના અનેક આગેવાનોને આ બાબતે દિલીપ ઠાકોર સાથે વાત મોકલેલા પણ એક પણ આગેવાનની વાત સાંભળવા પણ તૈયાર નથી ઠાકોર સમાજના આ નેતા અને કેબિનેટ મંત્રીનો પાવર બતાવી સમાજના આગેવાનોને ધમકાવવાનો પ્રયત્ન કરી સમાજના આગેવાનોનો અવાજ દબાવવામાં આવ્યો છે.
આજે મારી બહેન અને મારી 8 વર્ષની ભાણીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને કારણે મારો આખો પરિવાર માનસિક રીતે હેરાન થઈ રહ્યો છે. છતાં આ સરકારના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર સરકારના કાર્યક્રમોમાં “બેટી બચાવો બેટી પઢાવો"ના પોકારો કરે છે અને ધાર્મિક કાર્યક્રમોમાં સંસ્કારોની શીખ આપવા નીકળી પડે છે.

એટલે આજે હું સરકાર અને સરકારના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને જાહેરમાં કેવા માગું છું કે તમને “બેટી બચાવો બેટી પઢાવો" અને ધાર્મિક કાર્યક્રમો જવાનો કોઈ અધિકાર નથી અને લાયક પણ નથી. પહેલા ઘરની 3 પૌત્રીઓ અને સમાજની ગરીબ દીકરીઓની જિંદગી બરબાદ કરી છે, એનો જવાબ સમાજને આપો, માતા 20 વર્ષથી આંસુ વરસાવી રહ્યા છે એનો જવાબ આપો અને પછી દીકરીઓને બચાવવાની અને ધાર્મિક વાત કરવા નીકળજો નહીંતર. આવો દિયોદર તાલુકામાં કોઈ પણ કાર્યક્રમમાં તમારી શું હાલત થાય છે એ અમારો આખો પરિવાર અને સમાજ આપને સારી રીતે બતાવી દેશે.

કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર દિયોદર તાલુકામાં કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા વિચાર કરજો નહિતર જોવા જેવી થશે એ મારા પરિવાર વતી ખુલ્લી ચેલેન્જ છે. જો 24 તારીખે દિયોદર તાલુકામાં દિલીપ ઠાકોર હાજરી આપશે તો કેબિનેટ મંત્રીની ગાડી રોકતા અને ગાડી તોડતા પણ વાર નહીં લાગે. તેમ જાહેર નિવેદનમાં એક દીકરીના પિતા મુકેશજી એસ ઠાકોર (કોતરવાડા)એ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp