મહેસાણા અર્બન બેંકને RBIએ શા માટે ફટકાર્યો 5 કરોડનો દંડ, જાણો કારણ

PC: news.bitcoin.com

હવે બેંકની સામે પણ RBI દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જો કોઈ પણ બેંક લોન આપવાના નિયમોમાં બાંધછોડ કરીને પોતાના ખાતા ધારકોને લોન આપશે તો તે બેંક પર RBI દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભારે દંડ પણ કરવામાં આવશે. આ કહેવાનું કારણ એ છે કે, મહેસાણામાં RBI દ્વારા એક કો-ઓપરેટીવ બેંકને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બેંકને લોન આપવાના નિયમોમાં બાંધછોડ કરવા બદલ RBI દ્વારા બેંકને દંડ ફટકારવામાં આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક પર એવા આક્ષેપો થયા હતા કે, બેંક દ્વારા KYCના નિયમોનો ભંગ કરીને અથવા તો નિયમોમાં બાંધછોડ કરીને લોન આપવામાં આવી છે. આ આક્ષેપ થતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકના 31 માર્ચ, 2018થી વર્તમાન નાણાકીય સ્થિતિ વિષે તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન કેટલીક ખામીઓ સામે આવતા RBI દ્વારા ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, બેંકને આ દંડ વૈધાનિક અનુપાલનમાં વૈધાનિક ખામીઓના કારણે ફટકારવામાં આવ્યો છે. કોઈ ટ્રાન્જેક્શન કે, કરારની માન્યતાના કારણે ફટકારવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ અગાઉ પણ એક વખત ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને નોટબંધીના સમયે RBIના નિયમોનું પાલન ન કરવાના કારણે 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તે સમયે બેંકે RBIમાં એક કરોડ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો અને હવે બેંકે RBIને પાંચ કરોડનો દંડ આપવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp