દારુ બંધ કરાવવા આંદોલન કરતી ઠાકોર સેનાના પ્રમુખ દારૂના નશામાં પકડાયા

PC: apk-dl.com

ઠાકોર સેના દ્વારા દારુ વિરૂદ્ધમાં સમગ્ર રાજ્યમાં ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. અને તે સેનાના સ્થાપક તરીકે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છે. તેઓ આ સેના બનાવીને હાર્દિક પટેલ સામે ઓબીસી કાર્ડ ખેલીને જાણીતા બનેલા અલ્પેશ ઠાકોરના એકદમ નજીકના આગેવાન માવજી ચના ઠાકોર નશો કરેલી હાલતમાં લાખણી તાલુકાના અસાસણ ગામમાંથી પકડાયા હતા. તેમની સસ્તા અનાજની દુકાન પર નાગરિક પુરવઠા અદિકારી અને ડેપ્યુટી કલેક્ટર તથા મામદતદારે દરોડા પાડતાં તેઓ નશો કરી રહ્યાં હતા. તુરંત પોલીસને જાણ કરી હતી અને તેમને પકડી ગુનો નોંધી કાર્યવાહી કરેલી છે.

માવજીએ એક પોતાનો એક વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો તેમાં તેમણે દરબાર સમાજ સામે ગંભીર આરોપો મૂકી એલફેલ વાત વીડિયોમાં કરી હતી. જે અંગે તેમણે માફી માંગતો બીજો વીડિયો 2 ઓક્ટોબર 2016માં જાહેર કર્યો હતો. વળી અલ્પેશ ઠાકોરે સ્થાનિક પોલીસ અધિકારી સામે ગમેતેમ ઉચ્ચાર કર્યાં હતા તેથી પોલીસે પણ તેમના નેતા સામે કેસ કર્યો છે તેથી તંત્ર પણ અલ્પેશ ઠાકોરના ટેકેદારોને ગુનો કરતાં પકડી રહ્યાં હોવાનું પણ માનવામાં આવે છે. જેમાં ઠાકોર ક્ષત્રિય સેનાના લાખણી તાલુકાના પ્રમુખ માવજી દારુ બંધી અંગે આંદોલન ચલાવી રહ્યો છે તે પોતે જ દારુ પીતા થરાદ પોલીસના હાથે પકડાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp