ગુજરાતના ગામડાના 9 વર્ષના છોકરાએ પોતાના દિવ્યાંગ માતા-પિતાની આ રીતે મદદ કરી
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા જામરૂ ગામમાં વાદાભાઇ તરાલ અને તેમના પત્ની દિવાબેન રહે છે. બંને દિવ્યાંગ છે અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેમને એક સંતાન છે જેનું નામ ચેતન છે અને તે ત્રીજા ધોરણમાં ભણે છે અને 9 વર્ષનો છે.
ચેતન પોતાની કાલીઘેલી ભાષામાં ગીત ગાતો રહેતો અને ડાન્સ કરતો રહેતો હતો. 2 વર્ષ પહેલાં ચેતનના પિતરાઇ ભાઇએ ઇન્સ્ટા પર ચેતનનું એકાઉન્ટ બનાવીને ચેતનના ડાન્સ કરતા ગીત ગાતા વીડિયો અપલોડ કરવા માંડ્યા. પરંતુ કોઇ પ્રતિસાદ નહોતો મળતો.
ધીમે ધીમે ચેતનના વીડિયોના વ્યૂઝ વધ્યા અને સંગીતકાર ગબ્બર ઠાકોર પાસે આ વીડિયો પહોંચ્યો. તેમણે ચેતનને પોતાના ડીસાના સ્ટુડીયોમાં ગીત ગાવા બોલાવ્યો અને એક ગીત ગવડાવ્યું જે સોશિયલ મીડિયા પર હીટ થઇ ગયું અને 15 લાખથી વધારે લોકોએ જોયું. એમાં ચેતનને મોટી આવક થઇ ગઇ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp